રેવા દે તું હવે , પરાણે તારો એકરાર મારે નથી જોતો
ખુદને સાવ ખોઈ નાખી , તારો પ્યાર મારે નથી જોતો
એક લાંબા અરસાથી , તારી રાહ જોતો હું આવ્યો છું
તોયે શર્તો રાખે તું , એવો આ ઈંતજાર મારે નથી જોતો
મારા શબ્દોમાં તને વખાણતાં , હું ક્યારેય થાક્યો નથી
લાગે છે હવે કે ખુદમાં , આવો કલાકાર મારે નથી જોતો
ચાહ હતી તારા પ્રણયની એ ધીરે ધીરે ખોવાતી જાય છે
જૂઠાં વાયદાઓનાં પાયા પર કોઈ સંસાર મારે નથી જોતો
ઉદારતા ઘણી દાખવી , તારું અકારણ મૌન પણ મેં સહ્યું છે
તડપાવીને આશ્વાસન દે , જા તારો ઉપકાર મારે નથી જોતો
એમ તો આજેય મશહૂર છે 'શુભ', મહેફિલમાં તારા વગર
પણ મારી ગઝલમાં તારા નામનો અલંકાર મારે નથી જોતો
- શુભ-
Check me out on Instagram - @__kabiiirrr__
લખવા માટે
શબ્દો , મને જડતી
નથી તસ્વીર .
ધૂંધળી થતી
જાય છે , મનમાંથી
એની તસ્વીર .
- શુભમ્-
અડધા હિંદનું રાજ પામવા , ચિત્તોડને એ છોડી નહીં શકે
એકલિંગજીનો એ દાસ , તારી સાથે સમાધાન કરી નહીં શકે
છે સ્વાભિમાન એમને જાનથી'ય પ્યારું, હજારો જાન કુરબાન કરશે
હોય તારામાં દમ તો ઉતાર એમનું મસ્તક , પણ એ હાથ તારી પાસે જોડી નહીં શકે
રાજભોગને બાજુ પર ધકેલી એ ઘાસની રોટલી પણ ખાઈ લેશે
જો એમના કદમ વધ્યા સ્વરાજ તરફ તો એ કદમ પાછા વાળી નહીં શકે
હલ્દીઘાટીમાં કરવાને કેસરિયા , એ લોહી પોતાનું બધું નિચોવી દેશે
તું કર એના પર ઘાવ હજાર , તોયે લીલો પરચમ તું લહેરાવી નહીં શકે
તારી મુઘલ તોપોના ગોળાને , ચેતક ખુદથી આગળ વધવા નહીં દે
બખ્તર એમનું ભલે ચિરાતું , પણ એમની હિંમતને તું તોડી નહીં શકે
તું આવ કુત્તાઓની ફોજ સાથે , એ સાવજ લઈને ઊભો હશે
જાણશે જગ આખું એની મહાનતાને , તું અકબર ક્યારેય મહાન થઈ જ નહીં શકે
- શુભમ્-
पहली बार भी धड़कन मेरी , तेरी भीतर ही तो धड़की है
इस जग में मेरी सांसे , तेरी गोद में ही तो चलीं है
जब खुली मेरी आंखें तो , पहली सूरत तेरी ही देखी है
अपने पैरों पे चलने के लिए मैंने उंगली तेरी ही पकड़ी है
अपना निवाला छोड़कर , मेरी भूख को जिसने मिटाया है
मेरी भूख प्यास का पता था जिसको , बस तू ही वो एक है
ख़ामोश मेरी जुबान को सुर भी तूने दिया है
जिंदगी के हर लम्हें को जीना तुझी ने सिखाया है
लोबानों से नज़र उतारी , सभी बलाओं को किया छूमंतर
मेरी खातिर मन्नत में , फ़ाक़ा करके तू ही सोई है
उम्मीदों से मैं हारा हूँ , पर तू कभी ना हारी है
मेरी हर मुश्किल सफ़र में , साथ मेरे तूं रहीं हैं
मेरी खामोशियों को मुझसे ज़्यादा मेरी माँ समझती है
'कबीर' वक्त जरूर बदला है , पर मेरी माँ नहीं बदली है
- शुभम् 'कबीर'-
चाहत मेरी चाय से है
फिर भी कोफी को संभाल लूंगा ,
कुल्हड़ सा आशिक़ हूं
तेरा गर्म मिजाज भी संभाल लूंगा ।
- कबीर-
આંસુ નીકળ્યું
આંખથી તો કાયર
કહેવાયો હું ,
એ જ નીકળ્યું
શબ્દોમાં તો શાયર
કહેવાયો હું .
- શુભ-
तूं मेरी नहीं है , मुझे
ये एहसास हर बार दिलाया मत कर ;
तेरे - मेरे बीच कुछ नहीं
ये बात हर बार बताया मत कर ।
यूं तो बातें बड़ी खुलकर करती हो
भला तेरी बातों में कैसे ना आऊं
ये जो हद तुमने खिंचीं है 'कबीर'
ये हद हर बार समझाया मत कर ।
- कबीर-
મીઠાશથી બોલાયેલા શબ્દો જૂઠાં
હવે આરપાર લાગે છે ,
કંટાળો આવતાં યાદ આવે , સંબંધો એવા
હવે ધારદાર લાગે છે.
એક તાંતણે બંધાઈ રહેવાના
મેં કર્યાં પ્રયત્નો હજાર ,
કોઈ કહે મને છોડીને જવાનું , 'શુભ' એ
હવે તહેવાર લાગે છે.
- શુભ
-
मुझे देख तूं ख़ुद को , पर्दे में छुपाया न कर ,
मैं कोई ग़ैर थोड़ी हुं , तूं मुझसे शरमाया न कर ।
- कबीर-