ડ્યુટી પરથી પાછો આવેલો સૈનિક મેલાં કપડાંના થેલામાં સ્વચ્છ ખુશીઓ લઈને આવે છે. માળામાં પાછી આવતી ચકલી એની પાંખોમાં પૂરેપૂરું આકાશ લઈને આવે છે. સાંજે કામ પરથી પાછો આવેલો પરસેવાવાળો વ્યક્તિ એની સાથે સુગંધિત ચોકલેટ અને શાકભાજીના રૂપમાં ઘરની રોનક લઈ આવે છે. ખેતરમાંથી પાછો આવેલો ખેડૂત એના કપડામાં માટીની સાથે મૂડી લઈ આવે છે.સંતાનના મોડા પાછા આવવા બદલ માં માથું નમાવીને એના માથા પર વ્હાલ કરે છે. સાંજે કરમાયેલું ફૂલ માતાજીના ચરણોમાં અર્પણ થવા માટે સવારે પાછું ખીલી જાય છે. સૃષ્ટિ અંધ થવાની બીકમાં પૃથ્વી સવારે સૂર્ય પાસે પાછી આવે છે. 'પાછા આવવું' એ દુનિયાની સૌથી સુખદ ઘટના છે.
-
shru c
(श्रुतिबा गोहिल)
6 Followers · 6 Following
Joined 30 August 2019
2 MAY 2022 AT 13:11
27 APR 2022 AT 17:42
માત્ર જ્ઞાન જ એક અક્ષય તત્ત્વ છે. જે કોઈપણ અવસ્થામાં આપણો સાથ છોડતું નથી.
-
21 APR 2022 AT 14:15
કોઈ તમારો સાથ આપે છે એનો મતલબ એવો નથી કે એની પાસે કંઈ નથી, બલ્કે તમારી સિવાય એની પાસે કંઈ નથી.
-
12 JUL 2021 AT 0:22
અષાઢી બીજ મુબારક...
પચરંગી ટહુકાને...
વિખરાયેલા વાદળને...
કાગળની હોડીના કલરવને...
પરસેવામાં સૂઈ જતા ખેડૂતોને...
પ્રકૃતિની સુગંધમાં ભિંજાતા હાસ્યને...
મેઘધનુષી રંગોને હદયમાં ઘૂંટતા મનુષ્યને...-