વાર્તા
એક નવી મુલાકાત
વરસાદની એક અંધારી રાત .... આજે સવારથી જ ચાલુ થયેલી વરસાદ થી હેલી... રોકાવાનું નામ નહીં .... રાધા ને આજે ઓફિસમાં ખૂબ જ જરૂરી કામ હોવાથી મોડું થઈ ગયું હોય છે......એ દોડીને સ્ટેશન પર પહોંચે છે પણ એની ટ્રેન ઉપડી જાય છે..... હવે શું કરવું ? એ વિચારે છે અને ફોન ઉપાડે છે ત્યારે ફોન ...સ્વીચ ઓફ થાય છે... બેટરી ન હોવાથી...એ હવે ટેક્સી શોધવા માટે નીકળે છે ....ભારે વરસાદ હોવા થી એક પણ ટેક્સી દેખાતી નથી..એ ભારે હૈયે પ્લેટફોર્મ પર પાછી ફરે છે.... ત્યાં બાંકડા પર બેસી ને ખૂબ રડે છે... ત્યાં જ એક અવાજ આવે છે ...એ મેમ... શું થયું??? રાધા સામે જુએ છે તો એક હસતો ચહેરો દેખાય છે...એક હસતો ચહેરો.. એક નવયુવાન ગોરો વાન અને ધારદાર આંખો... રાધા એને બધી વાત કહી દે છે.... ત્યાર પછી એ અજાણી વ્યક્તિ આવું છું હમણાં કહીને થોડા સમય માટે ગાયબ થઈ જાય છે.............. રાધા ને થયું કે શું એ સપનું જોઈ રહી છે?
ત્યાં તો એ એને માટે ચા નો કપ લઈને આવે છે...મેમ ...ચા સાથે શું લેશો ? ત્યાં તો બંને જણા એકબીજા સામે જોઈને હસી પડે છે...
એક નવી મુલાકાત થાય છે...
એક નવા સંબંધ ની શરૂઆત થાય છે...
- Dr Sejal Desai
13 APR 2019 AT 16:35