sanket pandya   (Sanket Pandya)
24 Followers · 17 Following

Man with humanity
Joined 7 June 2020


Man with humanity
Joined 7 June 2020
16 MAY AT 8:43

જયારે કોઈ માણસ આપણી દુઃખતી નસ દબાવે અને આપણે અકળામળ અનુભવીએ ત્યારે એટલું જરૂર થી યાદ રાખવું કે સામેવાળી વ્યક્તિ ને આપણી દુઃખતી નસ કહેવા વાળા આપણે પોતે જ હોઈએ છે.

-


15 MAY AT 10:02

માણસ પોતાના ઘરે શાંતિ અનુભવે એ જ સાચું સુખ છે.
બાકી સોશ્યિલ મીડિયા પર જીવાતી જિંદગી એ દેખાડો છે.

-


10 MAY AT 18:01

જો તમે ઇચ્છતા હો કે તમારું માન જણવાય,
તો સામે તમારા કામ પણ એવા હોવા જોઈએ.

-


10 MAY AT 9:34

જેને ખરેખર જીવન માં કંઈ કરવું જ છે, તે ક્યારેય પરિસ્થિતિ ના બહાના કાઢી ને રોદણા રડતા નથી.

-


8 MAY AT 10:38

કોઈ સાથે વાત કરવાની પણ એક રીત હોય છે,
તમારી વાત થી સામે વાળા નું સ્વમાન ઘવાઈ જાય તો તેની નજર માં તમે ઉતરી જાઓ છો.

-


3 MAY AT 10:06

જે તમારી બરાબરી નહિ કરી શકે એ તમને ફક્ત બદનામ કરી ને પોતાનો અહમ સંતોષશે,
એ લોકો ક્યારેય તમારી સાથે હરીફાઈ માં આગળ નહિ આવે.

-


30 APR AT 9:57

દુઃખ એ બીજું કાંઈ નહિ પણ તમારી ના પુરી થતી અપેક્ષાઓ ની ગુંગણામણ છે.

-


26 APR AT 8:38

જે ડર તમને ડરાવે છે એ જ અંતે તમને હરાવે છે,
જીવન થી ડર ને દુર કરશો તો જ જીવન ની બાજી રમી શકશો.

-


24 APR AT 8:13

જીવન માં ઘટતી ઘટનાઓ ને ભૂલતા શીખવું જરૂરી છે,
બધું યાદ રાખતી વ્યક્તિ અકારણ ઉચાટ અનુભવે છે.

-


17 APR AT 9:27

માનસિક તણાવ કે ઉચાટ એ બીજું કંઈ નથી,
પણ અવ્યક્ત વાતો નો મન માં રહેલો ડૂમો હોય છે.

-


Fetching sanket pandya Quotes