दुख इस बात का है की धारणाएं परिणाम नही हुई
औऱ खुशी इस बात की है की विपक्ष मजबूत बना
- सागर
-
આવી જશે ફાવટ મને તો હુંય પણ કવિતા કહીશ
કોક તારા પર મરે એવું બને
કોક પ્રેમેય ના કરે એવું બને
કોક આવીને અચાનક પાસમાં
દિલ તને પૂરો ધરે એવું બને
જેમને ભૂલી ગયા એ કોક દિન
યાદ થઈને વિસ્તરે એવું બને
ફૂલ જેવું નામ એનું બોલતા
ભાર લાગે ભીતરે એવું બને
હોય જેનો પણ આ અવસર પણ અહીં
એ જ ના હો અવસરે એવું બને
હોય જો વિશ્વાસતો પથ્થર અહીં
જળ સપાટી પર તરે એવું બને
ગામની આ રખળતી ગાય જો
સીમમાં જઈને ફરે એવું બને ?
વાત તારી એટલે કરતો નથી
વાત આ શબ્દો કરે એવું બને
વાત આ ચાલ્યા જવાની સાંભળી
આંખથી આંસુ ઝરે એવું બને
- સાગર
-
યાદના મોજા અહીં પર ઉછળે છે
ને આ દિલ તો શાયરી કર્યા કરે છે
નામ તારું સાંભળું ત્યારે અહીં પર
યાદ તારી ભીતરે બહુ વિસ્તરે છે
પ્રેમને પરણી ગયેલી છોકરીઓ
કોક રાધા,કોક મીરા થઈ ફરે છે
છે ખબર આ ખોટો છે તે છતાં પણ
ભાઈ ખાતર કુંભકર્ણ પણ મરે છે
એક જણ જે હા કહી મળતો નથી
ના કહીને એક જણ મળતો રહે છે
- સાગર
-
હા એક વાર એને લાગી ગયુતું દિલ પર
બસ ત્યારથી ફરે છે એની ફિકરમાં કોઈ
-
હા શબ્દો એના હૃદયની આરપાર છે
જીભ એની જાણે કે ચાકુની ધાર છે
એ કહે છે મુને લખજો અમ પર ગઝલો
હું કહું છું ગઝલો લખવાને હજુ વાર છે
આપણ તો એને પામી શક્યા નહી પણ
છે એ ભાગ્યવાન જે એને પાનાર છે
"સાગર" છે સૌ સૌનું એક કિસ્સો અંગત
ને સૌ એ જ કિસ્સો જાણવા બેકરાર છે
ને એ પૂછે છે આવું મળવા માટે
કોઈ કહો કે "સાગર"હમણાં બીમાર છે
-
હા શબ્દો એના હૃદયની આરપાર છે
જીભ એની જાણે કે ચાકુની ધાર છે
એ કહે છે મુને લખજો આમ પર ગઝલો
હું કહું છું ગઝલો લખવાને હજુ વાર છે
આપણ તો એને પામી શક્યા નહી પણ
છે એ ભાગ્યવાન જે એને પાનાર છે
"સાગર" છે સૌ સૌનું એક કિસ્સો અંગત
ને સૌ એ જ કિસ્સો જાણવા બેકરાર છે
ને એ પૂછે છે આવું મળવા માટે
કોઈ કહો કે "સાગર"હમણાં બીમાર છે
-
વાત એને નાખવા જેવી હતી
છોકરીએ ચાહવા જેવી હતી
આપણે જે વારતા વાંચી નથી
વારતા એજ વાંચવા જેવી હતી
-
अब जिंदगी उस मकाम पे ले आई है
की बंध हो गया दोस्तो से मिलना हमारा-