તું મુજને સ્વભાવથી મારા હવે જકડી રહી છે જીંદગી,
મુજ ભારી હ્રદયને કઇ જાતથી વળગી રહી છે જીંદગી.
બધાં સપના દિવસ - રાતના એનોયે આભારી રહ્યો છું,
મજા છે એ અધુરાં અરમાનની કે તોયે ક્યાં બગડી રહી છે જીંદગી.
ભલે દર્શાય નહી યાદોની કુંજનો કલરવ છે જે ભીતરમાં,
આ કેવો તે વાદ હ્રદયનો મનથી કે અળગી થઈ રહી છે જીંદગી.
અમૃતની આશાએથી ક્યાં એક જ વાર છેતરાયા છે અમે,
ફરક બસ એટલો પડ્યો કે હવે કડવી થઈ રહી છે જીંદગી.
અને રાતનો વિવાદ તો જાણે છેતરી જ ગયો સાગર!
જાણે ધુમાડો જ જીવન, આમા બુજાઈ રહી છે કે સળગી રહી છે જીંદગી.
- સાગરદાન ખળેળ ગઢવી દરસાલી-
📖 कर्म प्रधान विश्व रचि राखा ।
जो जस करहि सो त... read more
बढ़ा रही थी दर्द को उन यादों में आग लगाई गई,
मगर आँखों की पसंद थी तो आंसू से बुझाई गई।-
आज कुछ बात अलग है, वो किस्मतों का भी एक ज़माना था
ना छेडो हुनर के किस्से, हमने वो भी किया हे जो नहीं आजमाना था-
महंगे आंसु खरीद कर ये कैसा तमाशा बना रहा हुं,
ना लाये सामने सबके युं आंखों को मना रहा हुं।
नहीं फितरत मेरी, छुपाना ना आया कभी मुझको,
मेरी खुशियां थी जो कभी यादें वो आज दफना रहा हुं।
में होशमें ही था शायद तभी वो ख्वाब गुजरा था,
नहीं था वो कभी मेरा ये आज भी सबको बता रहा हुं।
देखा नहीं दुनियाने कभी दील में लगा था कुछ घाव सा
ना चाहिए हमदर्दी अब कोई में खुद ही दवा लगा रहा हुं।
कीस हद में गम होगा क्या बताऊँ तुम्हें "सागर"
दुखता रहा दील हरदम फिर भी दर्द को दबा रहा हुं।
- સાગરદાન ખળેળ ગઢવી (દરસાલી)-
હતી રોશની જ્યાં હવે અંધકાર ત્યાં મન કેમ જાય છે?
હજી સળગી રહી મશાલ યાદો તણી કહી એમ જાય છે.
છે શિકાયત આંસુ તણી કે આંખ જોતી એને નથી
રડતી આંખો પણ દેખે છે એમને આવું કેમ થાય છે?
રાખુ માથે હાથ તો હ્રદય-ધબકારા એક નામ પુકારે છે,
મારું થઈ ને પણ ના થયું દિલ મારું આવું કેમ થાય છે!
ખોટી મારી આશા એનું પરીણામ છે ફકત ઇંતેજાર
હા દર્દ છે મુજને આ વગર ઘાવનું આવું કેમ થાય છે?
નસીબદાર ને તો મુબારક હો નસીબ એના "સાગર"
જે નથી કિસ્મતમા પ્રેમ ત્યાં જ ભલા કેમ થાય છે.
- સાગરદાન ખળેળ ગઢવી (દરસાલી)-
मुझसे समंदर ख़फ़ा नहीं, ये सब किनारे का खेल है,
आवत-जात लहरें कईं, फिर भी मिलन मुश्किल है।-
न जाने कौन किसके शिकार थे
वो दो दिल थे दोनो ही बेकार थे,
मुद्दतों बाद कुछ यूं खबर मिली हमें
एक का पता नहीं एक आज भी बेकार है।-
सोच के खोना! कोई कीसी एक का दुबारा नहीं होता
फीर जो तुम्हारा था वो तुम्हारा नहीं होता,
और ढुंढता रहता हुं दर्द अगर मील जाये कहीं से तो
में भी अकेला दर्द भी अकेला गुजारा नहीं होता।-
लडाई का खौफ नहीं था की पीछे हट गए, इस जंग में यहीं होना था.
क्या करें वो सरहदें ही पसंद ना थी हमें जहां मुकाबला होना था।-
શું રે થયું દર્દને મારા, કેમ આજ છુપાતું નથી,
વહ્યું જાય છે આંખથી એટલું કે પુછાતું નથી.
નથી કોઈ દોષી હું જ હતો ગુનેગાર મારા હ્રદયનો,
બીજ વાવ્યા પ્રેમના જાણી, જાડ થયું દર્દનું હવે સુકાતું નથી.
ચાંદની રાત તણા સપનાની યાદ પણ વિસારિ દીધી,
મેં ખુદને પણ ભુલી જોયું, એક સપનું કેમ ભુલાતું નથી.
જીભ કહે, કહે આંખ અને દિલ પણ, કે મેં બધું છોડી દીધું,
પીડા મન તણી એ છે કે, હવે મનમાં રહેલું મુકાતું નથી.
ઘાયલ દિલની વાત તો વધારે તો શું રે કરવી "સાગર"
રાજા આસમાનનો જે હતો, એનાથી હવે ઉડાતું નથી.
- સાગરદાન ગઢવી ખળેળ(દરસાલી)-