રૂખડઆપા પીપળવુ ગીર  
16 Followers · 16 Following

Joined 20 November 2018


Joined 20 November 2018

જવું તું બસ મન સુધી,રસ્તો ભટક્યો ગયો ગગન સુધી,

ઓચિંતો એવો પડ્યો ભાઈ! તમ્મર ચડી અંદર સુધી,

હું તો માટી નો એક લીપણમાં થઈ ગયો સાજો,

ચાલ્યો તો ચાલતા પહોંચી ગયો એના ઘર સુધી,

હાથ જાલી મે પૂછ્યું શું જોઈએ તારે ?

રૂખડ વાત પહોંચી "કવચકુંડળ" સુધી,

-



હવે ફરી કંઇક જિંદગી રાહ બતાવે છે,

લાગ્યા એ ઘા રોજ સતાવે છે,

વ્યાકુળ મન પાંખ વગર નું હું પંખી,

ઉડવું ઘણું આભ પણ આંખ બતાવે છે,

છેતરાયો વેત્રાયો વધ્યું કશુંય નહિ હાથ મા,

રૂખડ આંગળી પકડી ચાલ્યો એજ ખોટી રાહ બતાવે છે,

-



વ્યવસ્થા બધીજ છે અહીંયા,

મનફાવે એમ કહી દો છતા !

માફ પણ કરાય છે,

અને જો થઈજાય વધારે પાપ,

તો પાપ પણ ધોવાય છે,

ઘટનાની જાણ હોય ના હોય શું ફરક પડે ?

સિચિયારો કરો થોડો ભીડ ત્યાં ભરાય છે,

આમ તો બધીજ બાબત થી અજાણ રૂખડ

ગામ થી શહેર આવો તો આવું બધુજ જણાય છે,

-



રસ્તા ઘણા છતા યોગ્ય રાહ મળે છે,

અથડાય ઊભો થતાજ ઈશ્વર નો સાથ મળે છે,

લાગણી પ્રેમ દુઃખ ઘણું બધું ભીતર છે છતા,

રોજ નવી જિંદગી નો ઉજાસ મળે છે,

તુ ધારે તો મારું શું બગાડી લે રૂખડ,

અંતર થી રોજ એવો અવાજ મળે છે,

-



માણસ છું મજાનો એક ચપટી ભરી જાણી ના લે,

હસ્તો ચહેરો જોઈ લિટી સુખ ની તાણી ના લે,

ક્યારેક પગના તળિયા પર નજર તો નાખી જો,

થાક મજબૂરી નો પણ હોય ક્યારેક માની લે,

અથડાયો એટલી લાંબી દોડ મૂકી છે આજ સુધી,

છતાં રૂખડ ક્યાંય ઊભો નથી રહ્યો બસ એ વાત જાણી લે,


-



હુ રીસાવ તો બાપુ હજુ મનાવી લે છે,

તુ નાનો છો કહી ખુદનો બુઢાપો છુપાવી લે છે,

ભીતર ખળભળાટ કંઇક એવો થાય છે ત્યારે,

ખીચુ ખાલી છતા બાપુ જવાબદારી નિભાવી લે છે,

રૂખડ કયા કયા રખડે ખુદ ને પણ ખબર નથી છતા,

બાપુ વાલ કૈક એવુ કરી ટાણે ઘરે બોલાવી લે છે,



-



ભીતર બધા દુઃખો ગાળી લે છે,

એક મિત્ર એવો પણ હોય છે,

મોત ના મુખ માંથી પાછો વાળી લે છે,

વ્યથા બધી કોને કહી શકો તમે ?

મિત્ર મોઢુ જોઈ બધુ જાણી લે છે,

ક્યારેક કૃષ્ણ ક્યારેક સુદામા પાત્ર બદલતા રહે છે,

મિત્ર સાથ એવો આપી દરેક પાત્ર નિભાવી લે છે,

-



મજાક મસ્તી વાતો છતા પ્રેમ કેટલો ખૂટે છે,

એકબીજા ને સલાહ આપવામાં દિલ તૂટે છે,

મરજી બંને ની હોય છે હવે આગળ વધીએ,

જણાવો આ પાછળ બધી ભૂલો કોણ ગોતે છે ?

તું તારા રસ્તે હુ મારા રસ્તે આવી હદ થઈ જાય છતા,

એકબીજા ભીતર મા શું ગોતે છે ?

-



સમય જતા ઘણુ બધુ બદલાય છે,

ક્યારેક ભીતર ક્યારેક મગજ બંને ઘસાય છે,

હાથ માં તલવાર કે બંદૂક હોય તો ફેર શું ?

હૃદય (દિલ) તો અંદર થી વેત્રાય છે,

પામ્યા શુ, છોડ્યુ શુ, હિસાબ બધો ક્યાં સુધી ?

સાચી કમાણી શ્મશાન યાત્રા મા જણાય છે,

-



પ્રેમ ભીતર મા મળો તો થાય,

ખાલી સામા મળો તો શું થાય ?

લાગણી દરેક ઉંબર ઓળંગી જાય,

ખાલી વાતો કરો તો શું થાય ?

અજાણ્યા દૂર અહીંયા જાણીતા જ અથડાય,

ભૂલ માથે લઈ ફરો તો શું થાય ?

ક્યારેક એવું પણ બને કઈ ના પણ થાય,

તો માણસ રેને ઈશ્વર બનવાથી શું થાય ?

-


Fetching રૂખડઆપા પીપળવુ ગીર Quotes