હું શ્રુતિ અને સપ્તક વચ્ચે વીંટળાયેલ
અશ્રાવ્ય સ્વર કોઈ,
એની તૃષ્ણાના તારે તણાઈ,
તૂટી,
એક દિવસ અનાહતમાં વિખેરાઈ જઈશ...
હું ઘોષ-અઘોષની વચ્ચે અટવાયેલો,
અસ્ફુરિત શબ્દ કોઈ,
એના ટેરવે લખાતાં લખાતાં,
એની હથેળીએ જ ઘસાઈ,
એક દિવસ ભુંસાઈ જઈશ...-
મારી આંખોનું નિર્દોષ ફરિયાદી આંસુ,
મારા હોઠનું ભોળું હરખુડુ સ્મિત છે...
મારી સૌથી મોટી હાર રૂપે જ,
મને મળેલી જીત છે...
મારા બે શ્વાસ વચ્ચેનુ સૌમ્ય મૌન પણ છે,
અને ભલે એ અને હું બેઉ ના સ્વીકારીએ,
પણ એ વેંત એકનું વ્યક્તિ,
મારા જીવનનું સંગીત છે...-
પ્રશ્ન માત્ર પ્રેમનો છે,
બાકી એટલી તો જાગૃકતા છે,
કે સામે ચાલીને,
આંખો મીચીને,
હાથે કરીને મૂરખ બન્યા કરું....-
कितना खुदगर्ज, नापाक, और बेगैरत इंसान हूँ मैं...
सयानो वाली बातें कर के,
पागलपन की हर एक हदें तोड़ देना चाहता हूँ मैं...
यूँ तो वो मेरा है ही नहीं...
फिर भी उसे मेरा,
सिर्फ मेरा बना कर के रखना चाहता हूँ मैं...-
दिल, दिल्लगी और दाग
सब कुछ कमा लाया हूँ,
मा से कहना,
मैं उसकी भूख के साथ बड़ा हो आया हूँ...-
हौले हौले ख़त्म होती जायेगी तकलीफ़ें तुम्हारी,
हौले हौले हम दोनो के लिए
हम दोनो से लड़ना छोड़ देंगे हम,
क्यूंकि हौले हौले मरती जा रही है आशाएँ हमारी,
और वैसे भी,
हौले हौले दिल से गिरते जा रहे हो तुम...-
Music is soul's strongest strife,
It reminds you of love, dreams, pain,
& all those things
streaming beneath your veins...
Yeah! Music reminds you of life...-
જિંદગીને રોજ ઉઠીને વધુ સવાલો ના પૂછ,
એકસામટા સઘળા સાચા જવાબો મળી જશે,
તો ખોટું થઇ જશે...-
વિસાલ અને વિરહમાં નહિ,
વ્હાલમાંથી ઉભરાઈ,
વ્હાલસોયી કોઈ વેળામાં જીવીશ,
તું મારે હાથે નહિ તો કઈ નહિ,
હૈયેથી ઉઠીને ગળામાં જીવીશ...-
અમુક લોકો,
ભુલકા બાળપણ અને
ભવ્ય ભૂતકાળ જેવા હોય છે...
જીંદગીના ધોમધખતા તાપમાં,
એમના શીતળ છાંયડે ગમે ત્યારે બેસી,
આનંદ અને આહલાદ લઇ શકાય છે,
પણ એમને સાથે લઇને ચાલી નથી શકાતું...-