બજારમાં બેસીને ગપસપ કરવાથી જ્ઞાન નથી
મળતુ. તેના માટે સંપૂર્ણ એકાંત અને ઊંડા
અભ્યાસની જરૂર હોય છે.-
સમજદાર વ્યક્તિને જ આ વાત સમજાય કે
વાતચીતને સફળ બનાવવા માટે બોલવા કરતા
સાંભળવું વધુ જરૂરી છે.-
જે નિયમિત આત્મનિરીક્ષણ કરે છે અને
પોતાની ખામીઓ શોધીને તેને સુધારતો રહે
છે તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.-
કોઈ સાહસિક કામ કરતા પહેલા મનમાં ડર ઉત્પન્ન
થવો સામાન્ય બાબત છે, પણ તેના કારણે ખૂણામાં
લપાઈને બેસી જવું કાયરતા કહેવાય. ડરનો સામનો
કરવો એ જ ડર દૂર કરવાનો ઉપાય છે.-
જે છૂટી ગયું તેને રડવા કરતા જે બાકી છે
તેને માણતા શીખો તો જીવનમાં સુખી
થવાય.-
જેમ અત્તર બાહ્ય પોશાકને સુગંધિત કરે છે
તેમ અલ્લાહની યાદ અંતઃકરણને સુગંધિત
કરે છે.-
જીવનના એક પડાવે આપણે પાછું ફરીને
જોઈશું ત્યારે ભૂતકાળની એવી ઘણી બાબતો
પર પસ્તાવો કરીશું જેમાં આપણે પોતાનો
કીમતી સમય વેડફી નાખ્યો હતો.-
બ્રહ્માંડની રચના વિશે વિચારવામાં આવે તો અંતઃકરણથી "અલ્લાહ અલ્લાહ" ની અવાજ નીકળી આવે.
આટલી અદ્ભુત કારીગરી જોઈને કોઈ નાસ્તિકતા
તરફ કેવી રીતે જઈ શકે?-
પરિવર્તન લાવો, પણ ઉતાવળ ન કરો, ધીમે ધીમે
શરૂઆત કરો, કારણ કે ગતિ કરતા દિશા વધારે
મહત્વપૂર્ણ છે.-
પોતાના અભિપ્રાયોની પણ સારસંભાળ લેવી
જોઈએ અને વખતો વખત પોતાના જ
અભિપ્રાયોને ચેલેન્જ કરતા રહેવુ જોઈએ,
અને જરૂર જણાય તો તેમને બદલવા પણ
જોઈએ.-