આજ મુબારક, કાલ મુબારક
આવનાર દરેકેદરેક સાલ મુબારક,
ઈચ્છા સઘળી પૂરણ થાય તમારી
એવી અંતરમનની શુભેરછા મુબારક-
સારું, સુંદર અને સર્વોત્તમ મળે,
માંગો તમે જે જે એ બધુંયે મળે.
માંગેલું તમને મળે ત્યારે આનંદ અનેરો થાય
બીજાની ખુશીઓ જોઈ જ્યારે મન તમારું હરખાય,
ત્યારે જ સાચા અર્થમાં દિવાળી રોશન થાય. – રેશમ-
સારું, સુંદર અને સર્વોત્તમ મળે
માંગો તમે જે જે એ બધુંયે મળે
ગમતાં લોકો સાથે દિવસ તમારો વીતે
ને અણગમતાથી હાથ તમારો છૂટે
તમારા જેવાં જ તમને મળતા રહે લોકો
ને મઝા લૂંટવાનો મળતો રહે તમને મોકો-
અંબા, સરસ્વતી, ઉમિયા, ગૌરી
સૌ રૂપમાં "લક્ષ્મી" લાગે સૌને રૂડી.
લડી લડી પાય એને સૌ નમે
જ્યારે બની રણચંડી,
સંહાર હાથ ધરે ,
ત્યારે ઓ પામર, શાને તું એનાથી ડરે ?
Happy navratri
Resham-
જે વ્યક્તિની Self worth ઝીરો હોય એ વ્યક્તિ ક્યારેય પણ Self analysis ના જ કરી શકે. ડોહળા પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ દેખાતું નથી તેવું જ self analysis નું પણ છે.
-
કેવો વિચાર્યો હતો અને કેવો નીકળ્યો!
સ્વાર્થ જ સૌ સંબંધોનો આધાર નીકળ્યો.
શોધતો ફરે છે સતત પોતાની જાતને,
આયના પાસે પણ ફક્ત આકાર નીકળ્યો.
ના માનસિક, ના ભાવાત્મક એકેય તાર નીકળ્યો,
સાવ હાવભાવ વગરનો સંવાદ નીકળ્યો.
છોડીને આવો છો જેને માટે તમે બધું ,
અંતે એ જ જીવનનો ખોટો દાવ નીકળ્યો.
સૌ સંબંધોનો સાર એટલો નીકળ્યો "રેશમ"
જેટલો હું સૌને ઉપયોગી નીકળ્યો.-
ભીતરે પડેલી અનેક તડો પૂરીને
કોઈ બહારથી મજબૂત બનતું હોય છે.
દુનિયા ફક્ત એની મજબૂતી જુએ છે
અને એ ફક્ત એની મજબૂરી. - રેશમ-
તમારા સુખનો સહભાગી,
તમારી પીડાનો પીડભંજક,
તમારી શાંતિનો સર્જક,
તમારી ખુશીનો ખજાનો,
તમારા વ્હાલનો વારસદાર,
ફ્કત અને ફ્કત તમે જ છો
તેથી ,
તમારી જાતને ખુશ રાખો.-
સૌ સંબંધોનો સાર
અહીં એટલો જ નીકળ્યો "રેશમ"
જેટલો હું સૌને ઉપયોગી નીકળ્યો.-
ખોટા દંભ અને દેખાડાથી દૂર છીએ
પોતાની જાતથી જ ભરપૂર છીએ
ખોટી વાહ..વાહની જરૂરત જ ક્યાં છે "રેશમ"?
અમારી જ મસ્તીમાં અમે પ્રચુર છીએ.-