ढुंढ रहीं हुं मैं आसमान से तराशा हुआ ऐसा सितारा
कुछ अलग सा, कुछ चमकीला कुछ तेज़ सा सहारा
मन में है तस्वीर सी बनीं, जो कहलाता राठौर हमारा
ऐसा तेज़ देख लोग कहें,जगमगाता रहे ये सितारा
ढुंढ रहीं हुं मैं आसमान से तराशा हुआ ऐसा सितारा
जो अपने तेज़ प्रतापी किरणों से ढूंढ ले अच्छा किनारा
ढुंढ रहीं हुं मैं आसमान से तराशा हुआ ऐसा सितारा
जो अपनी तीव्र गति से चमका दे आसमान सारा
ढुंढ रहीं हुं मैं आसमान से तराशा हुआ ऐसा सितारा
कुछ अलग सा, कुछ चमकीला कुछ तेज़ सा सहारा
_अंकिता
-
જીવનમાં ડગલે ને પગલે થતો એક પ્રશ્ન
જો જવાબ મળે તો મનાવું હું જશ્ન
નહીં તો એમનો એમ જ રહી જાય પ્રશ્ન,
અને જો જવાબ મળતાં જ મનાવું જશ્ન
તો દુનિયાને થાય છે અહીં એક પ્રશ્ન,
જો લોકોને પુંછું તો મળે સામે નવો એક પ્રશ્ન
અંતે તો એમનો એમ જ રહી જાય મારો એક પ્રશ્ન
-
વિચારો નું એવું કરો ઘડતર
અઘરું નાં પડે કોઈ ભણતર
વિચારો નું એવું ખેડો ખેતર
અજાયબી બની જાય જીવતર
વિચારોથી બનશે સુદ્રઢ વાવેતર
ત્યારે રોજ ભરાશે મેળો તરણેતર
-
सालों के साल बीत गये पर तुम नजर ही नही आये,
थक बैठी पलके भी अब राह देखते अब कैसे गाये।-
એ છેતો મારી સૌથી સરસ મિત્ર પણ
એ મને સુંદર મજાનું મટીરીયલ કહેતી
અને હું એને પ્રેમથી મારી એન્જલ કહેતી
લાગે છે એતો એવી રૂડી રૂપાળી ને મને ગમતી
પણ છે એ ડેન્જર નખરાળી અને માનીતી
કામ કરે એતો એવા કે આંખ એકી ટશે જોઈ રહેતી
આમ તો હતી એની પહાડ ચઢાઈની ટ્રેનિંગ
એ એમાં મસ્તીની બે ક્ષણ પણ તે ગોતી લેતી
હતો વાતાવરણમાં અચાનક પલટો તો પણ
તેને હસીન વાદીઓ માં પલટી નાખતી
એ છેતો મારી સૌથી સરસ મિત્ર પણ
એ મને સુંદર મજાનું મટીરીયલ કહેતી
અને હું એને પ્રેમથી મારી એન્જલ કહેતી
_અંકિતા
-
નફરત નાં અંધકારને સ્નેહની રોશનીમાં ફેરવવાનું એકમાત્ર સાધન એટલે માનવતાની જ્યોત
-
ક્યારની હું મનમાં ને મનમાં,
ગુંચવાયા કરતી હતી..
કે શીદને આવું થાય છે...?
અચાનક મનમાં થયો ઝબકાર,
થયો એવો અણસાર...
સમજાયો હવે એ ચમત્કાર..
થઈ હવે મનમાં શાંતિ..
દૂર થયો ગુંચવટ ભર્યો રણકાર..
-
આજે થાય છે બધું જ હરખથી કાગળ પર ઉતારી દઉ
કોઈ પરિણામો ધ્યાનમાં ના લેતાં તારું નામ લખી દઉં
બધી જ કવિતામાં આખું નામ તારું લખીને કહીં દઉં
છલકયો છે દરિયો મારા ઉરનો,મોજાને ય ઉછાળી દઉં
રોજ વરસે પ્રેમ રાઠૌરનો અને કહે આજે તો તને ભીંજી દઉં
નદી તળાવ સૂકાતા જાય પણ ના સૂકાય તેને રાઠૌરનો પ્રેમ કઉ
તાજની સામે ઊભા રહીને મારા રાઠૌરને કબૂલ કરી લઉ
-