જે બેઈમાન છે એને મજબૂર બનાવે આ ખાખી
જે ઈમાનદાર છે એને મજબૂત બનાવે આ ખાખી
.
વાર તહેવાર ભૂલી રાત-દિવસ એક કરે આ ખાખી
દેશના કાયદાની પકડ મજબૂત બનાવી રાખે આ ખાખી
.
રાહત કાર્ય કે બચાવ કાર્ય હંમેશ હાજર રહે આ ખાખી
અબળા હોઈ કે કમજોર સહાય માટે હાજર રહે આ ખાખી-
📞9638356844
!!..પ્રેમ ઘણું બધું હોવા છતાં ઘણું બધું નથી..!!
હુ કહું એમ તારે કરવાનું, પ્રેમ એ કોઇ કબજો નથી
હુ કરું એટલે તારે પણ કરવાનું, પ્રેમ કોઈ કરાર નથી
.
અપેક્ષાથી સ્નેહ સરવાળા કરે ,પ્રેમ કોઈ વ્યવસાય નથી
શરીર સુખ માણી ને મુકી દયો કોઈને, પ્રેમ કોઈ ભોગ નથી
.
હાર કબૂલ નથી જીતવા જીવે છે ,પ્રેમ કોઈ ખેલ નથી
બદલામાં મને પણ પ્રેમજ મળે, પ્રેમ કોઈ લાભની વસ્તુ નથી
-
બાળપણ
હુ ગમે તે માંગુ બદલમાં મને જનેતા નો ખોળોજ દેજે
ઇશ્વર ઐશ્વર્ય ના બદલમાં ફકત પાછું બાળપણ દેજે
.
હુ એ અલગ દુનિયાં ફરી જીવી લઉં ફરી એજ મિત્રો દેજે
ઇશ્વર એજ જૂના રસ્તા, તળાવ ની પાળ ને આંબલી ફરી દેજે
.
હું ખરેખર અણસમજુ છું, ન માંગુ તોય મને ફરી શૈશવ દેજે
ઇશ્વર હુ બાકી રહી જાવ ભલે, મારાં શબ્દો વાચનારને બાળપણ દેજે
-
જરા ઓછી દીધી બુદ્ધિ ને ઝાજું દીધું જોર
મિત્ર ઓછા દીધાં ને ઉપાદી દીધી ભરપૂર
.
મિત્ર મારે તૂટેલાં એકડા ને હું શૂન્ય સમાન
નથી મૂલ્ય મારું, દોસ્ત ભળે તો હું અમૂલ્ય
.
દોસ્ત ખરેખર તને વખાણવો અઘરો છે
લાગે છે ઉપરવાળા એ ગોતી ને દીધો છે-
ભીમરાણે જ્યોત દિવ્ય દીપતી, તું હી આઈ કરુણા સ્વરૂપા
આઈ અમાણી આદ્યશક્તિ, સદૈવ સઘળાં દુઃખ દરદ હરતી-
મરદ નિજ દરદ ભૂલી,અવર મન દરદ મિટાવે
વખતે ઈનરી ખોટ ખટકે,જેમ રતન હાથ સે જાવે-
અહીં સોમૈયો, અહીં દ્વારકા અહીં છે મારું જુનાણું
ધરા પર પાકે શુરા ને સંત, ખમીરવંતી છે ધરા ગુર્જરી
.
ખારા ને મીઠું કહીએ અમારી બોલીમાં ય નથી કડવાહટ
અમે ખોટા ને કહીએ ખરો છે તું એમાંય નથી ખટરાગ
.
અહીં નરસૈંયો,અહીં નર્મદ અહીં છે કાગ ના ટહુકા મીઠાં
ગજ ફૂલે ગુજરાતી ની છાતી એને વારસામાં વૈભવ રૂડો-
ઈશ્વર તારા ઓરડે અંધારું આવે, તો તું ચાંદો ઉગાડે
અમારે ક્યાં જાવું..?
સૌના સ્વ-જનો તારા ખજાને, ખોટ સૌને વર્તાય
અમારે ક્યાં જાવું..?
ચાલુ વાવાઝોડા માં,દીવા કરતા દીવાનું કોડિયું મુંઝાય
અમારે ક્યાં જાવું..?
અમે પૂછીને પગલું ભરનારાં, તોય તારી માયા ક્યારેક માયાજાળ લાગે
અમારે જ્યા જાવું..?
-
કાન કઠણ તારા કાળજાં, માતાજી ને ભેટી વાલો થઈ આવજે
ભલે તુને વાલું લાગે દ્વારકા, કાન ફરી બહાનું કાઢી ગોકુળ આવજે-