જો હું બીજાની ચિંતા કરીશ કે એ લોકો શું વિચારશે તો પછી મારી પ્રગતિમાં અવરોધ આવશે.
એ લોકોને એમનું કામ કરવા દો અને હું મારું કામ કરું.-
એટલી ખબર રાખ, પરખ રાખ
જરૂર સાથે પોતાની ખબર રાખ,
ઈસુના જન્મથી શાંતિ બધે છે
બસ, તુ થોડી વધારે સબર રાખ,
એના પ્રવિત વચનો અનુસરી
તુ બસ ઈસુના સ્પર્શની પરખ રાખ,
એ તો તને શણગારવા આવ્યો છે
બસ તુ એટલી, ખબર રાખ.
~ રતન
-
હવે તો બધું જ સરસ લાગે છે
છે લગાવ ત્યાં સંગાથ લાગે છે,
જીવનમાં કોઈનું આગમન
પ્રભુની કૃપાનું, વહેણ લાગે છે,
ખુશીઓનો વરસાદ છે આજે
સર્વના પ્રેમનો, સંગાથ લાગે છે,
જીવનમાં, નથી કશું સ્થાયી 'રતન'
પણ, તારું મારા તરફ વહેણ લાગે છે.
- રતન
-
તારા આગમનથી મહેકી ઉઠે નવરાત્રી
કરું છું વિરહ, તુ ગરબે ઝૂમે મોજથી
છે પ્રશંસા તારા આકર્ષક શ્રૃંગારની,
કરું છું વિરહ, તુ ગરબે ઝૂમે મોજથી
કમાલ છે, કમરને તો ભૂલી જ ગયા
નહી ઝુમાય, એના વગર ગરબે મોજથી
મન મોહી ગયુ, તારી કાયામાં, 'રતન'
નવરાત્રિમાં, કરું છું વિરહ તારો મોજથી
~ રતન-
તુ અને ચા, બંને એક જેવા છો,
પેહલા ગરમ અને ઓછી ઠંડા છો.
કોઈ પીવે રકાબીમાં, કોઈ કપમાં,
અનુકૂળતાને સમજો એવા છો.
કોઈ પણ પ્રસંગે શરૂઆતમાં,
તમે અને તમે જ નિરાળા છો.
આજકાલ, નવયુગના રંગોમાં,
તમે, ક્યાંક તો ખોવાયેલા છો.
એટલે જ કહું છું, "રતન"
તુ અને ચા, બંને એક જેવા છો..
પેહલા ગરમ અને પછી ઠંડા છો....
- રતન
-
ક્યાંથી લાવું તારી યાદોની તાજગી
જો, હવે તો મારે ઉજળી સાદગી
તો પણ હું યાદ કરું મારી લાગણી
જે છે મારે હૈયે, વર્ષોની વાટથી
આંખલડી તો જો, છે ઊઠી છલકી
લખાણમાં 'રતન' ના તારી નામની
ધ્રુસકેથી રડી લેજે ભેટી પડી
તક ફરી ના મળે, ઉજળી સાદગી
- રતન-
चेहरा है या नकाब,
या सिर्फ तेरा शबाब।
मुजसे ही मेरा शबाब,
छीना है तुमने जनाब।
कहां से आ गया जनाब,
साथ में और एक नवाब।
कहां गया वह शबाब,
जो था सिर्फ एक नकाब।-
શોધું છું, એ રાતને જ્યાં અમાસે પણ ચાંદ હોય,
બાકી પથ્થરનું તો સમાન છે, દિવસ હોય કે રાત હોય.
કેમનો કહું સૂરજને, કે તું આથમી જા,
કોને ખબર, કોને, ક્યાં, કયો અવસર હોય!-