મારે મૂજથી જ છે જીતવું,
હરાવી તુજને શું કરીશ ?
મારે મૂજને જ છે પરખવું,
ચકાસી તુજને શું કરીશ ?— % &-
આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.
રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.
એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં?
માત્ર સુખને શું કરું બચકાં ભરું? પપ્પી કરું?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.
પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.
-
"જેમની પાસે સારા દોસ્ત હોય છે,
તેઓ ક્યારેય જમીન દોસ્ત નથી થતા."
આતો મારી વાતો છે હાં 🙇🙇🙇-
સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે, પાત્રતા જ અધૂરી છે.-
એક તાળુ નથી ખુલતું
ચાવી વિના,
અહીં બધાને જોઈએ છે
બધું મહેનત વિના.
જિંદગી ક્યાં જીવાય છે
ભૂલ કર્યા વિના,
તો નસીબ ક્યાંથી ખુલે
સાહસ કર્યા વિના.
રાખવો નહીં અહંકાર કે
ના થાય કશું મારાં વિના,
અહીં તો આખું આકાશ
ઉભું છે ટેકા વિના.
-
"શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે"
-
गलती नीम की नहीं कि वो कड़वा है,
खुदगर्जी जीभ की है कि उसे मीठा पसंद है…-
પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતા !
સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું !!-
આપણું બાળપણ ટાયર - ટ્યુબમાં ગયું,
અને અત્યારનું યૂ-ટ્યુબ માં જાય છે.-
ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!
ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...
પણ... હા...
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!-