Pinky Sanghvi   (Shagun)
6.7k Followers · 445 Following

Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016


Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016
27 MAY 2024 AT 22:21

કાગળના બંડલ થકી છે નામ જગતમાં
કાગળના બંડલ થકી છે સમ્માન...
કાગળનું બંડલ છે જેની પાસ જગતમાં
કાગળના બંડલ થકી એનું ગુણગાન...

કાગળના બંડલ વગર તુંકારે બોલાવાય તું
કાગળનું બંડલ હોય પાસ તો તું બની જાય આપ..
કાગળના બંડલ થકી નિર્મળ તું બને
કાગળનું બંડલ બચાવે તને ચાહે કર કેટલાય પાપ...

કાગળના બંડલ થકી સંબંધ જોડાય
ચાહે તું કેટલો પણ રહે દૂર ચાહે રહે તું પાસ...
કાગળનું બંડલ મન ચાહ્યો નાચ નચાવે
કાગળના બંડલથી દરેક બની જાય છે ખાસ...

કાગળનું બંડલ ખરીદે ઈમાન
કાગળનું બંડલ હોય પાસ તો માનવ બને ભગવાન..
કાગળનું બંડલ પૂરા કરે સૌના સપના,
કાગળના બંડલ વગર જીંદગી કાગળની નાવ...

કાગળનું બંડલ દરેક રોગનો ઉપચાર
કાગળના બંડલ થકી ચાલતાં દુનિયાના વ્યવહાર..
કાગળના બંડલ પર નિર્ભર આખો સંસાર
કાગળનું બંડલ બને જીંદગીના દરેક સુખનું હકદાર...

-


27 MAY 2024 AT 9:21

वरना दुनिया विस्तृत हो जाएगी..।

-


26 MAY 2024 AT 23:52

हमें मालुम था ....
अपनी दिल्लगी का नतीजा...
तभी मोहब्बत से पहले
शायरी सीखी थी हमने..!!!

-


26 MAY 2024 AT 19:39

હું એક બાળ રમવાને ચાલી, હરખઘેલી થઇ મોતને ભેટવા ચાલી
કુદરત થઇ કોપાયમાન ને એક પળમાં મારો જીવ ગયો..
આ તે કેવી સજા..?

ના કોઈ વાંક ના કોઈ ગુનો, પાછલા જનમના કર્મોનો હશે જોટો,
માઁ ની આંગળી છોડી બે ડગલા શું ભર્યા, ભીષણ આગનો થયો ભેટો..
આ તે કેવી સજા..?

નક્કી હશે મોત લખાયેલું, નહીંતર શાને જાત હું સામે ચાલી,
ફિકર મને મુજ માઁ બાપની, શું આ દિ' કાજે મને જનમ દીધો ?
આ તે કેવી સજા..?

કોનો દોષ ? કોની બેદરકારી ? કોને સિરે હવે આરોપ આપવો ?
બનવા કાળે કાળ ભરખ્યો, લાખોમાં આવ્યો માત્ર અમારો જ વારો.
આ તે કેવી સજા..?

સાથ છૂટ્યો માઁ બાપનો, સાથ સંગાથ છૂટ્યો પળમાં પરિવારનો,
શું વીતશે મુજ પરિવાર પર, હે ભગવાન ! શું આ જ હતો ન્યાય તારો.?
આ તે કેવી સજા..?

-


26 MAY 2024 AT 19:12

જીંદગીનું ફરી મને નવું સરનામું આપી ગયું કોઈ
નજર થી કરી ઈશારો જાણે શું સમજાવી ગયું કોઈ..

થંભી ગયેલી જીંદગીમાં શ્વાસની રફ્તાર થઇ ધીમી,
હોંઠ પર હોંઠ મૂકી શ્વાસોને હવા આપી ગયું કોઈ..

વર્ષોથી જે ના ભરાયા ઘાવ એ ભરાવા લાગ્યા હવે,
એહસાસની કંઈક એવી દવા પીવડાવી ગયું કોઈ..

કવિતાઓ થકી મારી હું રાજ કરું સૌના દિલ પર,
હાથ ઉઠાવી સજદામાં એવી દુઆ આપી ગયું કોઈ..

ચાર દિ' ની જીંદગીમાં બે ઘડીનો સંગાથ આપી હૈયે,
બે પળમાં સૂની મારી સપનાની દુનિયા કરી ગયું કોઈ..

ના રહ્યું સુકુન જીવનમાં, ના મરણનું કોઈ એંધાણ,
મારી વફાઓની આ તે કેવી સજા આપી ગયું કોઈ..

-


26 MAY 2024 AT 18:48

શબ્દો વ્યક્ત કરું
તો માત્ર લાગણી તું,
જો અનુભૂતિ થાય
તો માત્ર 'પ્રેમ' તું..!!

-


26 MAY 2024 AT 14:45

A father educated his son well and made him a successful person. The son became a big officer in a company. One day the father went to his son's chamber and stood behind him, keeping his hand on his shoulder. The father asked his son- Who is the most powerful person in this world? The son smilingly told the father- Who else can it be except me, father. He thought that his son would say that father you are the most powerful person in this world. Hearing the son's answer, the father's eyes filled with tears.
He turned and asked his son again- Tell me once again who is the most powerful person in this world? This time the son said- Father you are the most powerful person in this world. The father was surprised to hear this. He said- Just now you were saying that you are the most powerful person in this world, now you are telling me? The son laughingly said- Father at that time your hand was on my shoulder, the son who has his father's hand on his shoulder will definitely be the most powerful person in the world, right? Hearing the son's words, the father's eyes filled with tears.

-


26 MAY 2024 AT 8:47

ए ख़ुदा...!
वो रात वापिस दे दे... जिस रात कुछ भी सोचे बिना नींद आ जाया करती थी।

-


25 MAY 2024 AT 22:44

There was a little boy named Peter who was very excited that day. Finally, he was going to live in a new house with his parents. All his things were packed and he was waiting for the car to arrive. This new house was very big and grand. It had all the amenities that a big house should have. The house also had a big backyard where Peter could play with his friends. Peter was extremely happy to move into
the new house.

( FULL IN CAPTION )

-


25 MAY 2024 AT 22:32

તુજ સંગ મિલનની રાહમાં,લખવાનો મનમાં ઉમળકો રહ્યો,
હું દૂર છું તુજથી તો શુ થયું, તું દૂર રહીને પણ મારી પાસ રહ્યો.

એક દિલ થી બીજા દિલનો ટહુકો, હૈયામાં જ જાણે અકબંધ રહ્યો,
કોઈ શું જાણે મિલનનો આલમ, હું ઉદાસ રહી તું પણ ઉદાસ રહ્યો

સપનામાં તું સતાવતો રહ્યો મુજને, કંઈક મારો કંઈક તારો વાયદો રહ્યો,
પ્રેમ ના ઓછો થયો છતાં એકબીજાનો, આસનો દીવડો મિલનની હૈયે બળતો રહ્યો.

મજબૂરી છે પણ ચાહ છે મિલનની, ચાહતમાં વિરહ પરસ્પર બરકરાર રહ્યો,
હશે કંઈક પળ બાકી વિરહના હજું, મિલનની રાહમાં તડપ નો આલમ યાદગાર રહ્યો.

શ્વાસ મળશે શ્વાસને થશે મધુર મિલન, લાગણીઓનો જાણે ઉભરતો પ્રવાહ બન્યો,
દૂરી છે દરમિયાન અત્યારે તો શુ થયું, તું દૂર રહી ને પણ મારી આસપાસ જ રહ્યો.

રાહમાં તારી હું ભુલાવી બેઠી ખુદને, તારા દિલે પણ મારો ઇંતજાર રહ્યો,
થશે આ સફર આસાન એક દિ', એ દિલાસો બંનેના હૈયે એક્સમાન રહ્યો.

-


Fetching Pinky Sanghvi Quotes