22 APR 2019 AT 12:08

લખી લઉં છું થોડી પંક્તિઓ
જેનો આધાર માત્ર તું છે

તુજ થકી પ્રેરિત થઈ હું લખવા કાજે
મારા દરેક લેખન નો સાર તું છે

કલમ નો લઈ સાથ સંગ મન ની વાત
કાગળ પર ઉતારવા મન મક્કમ છે

કયાં સુધી લખીશ તું મન મારું
મન કહે લગન હોય ત્યાં સુધી લખવાનું છે

જ્યારે જ્યારે લખવાનું મન થાય છે મને
શબ્દો નો જ્વાળામુખી ગતિ પકડે છે

મન યાદોં ના વંટોળ માં ગોતા ખાય છે
શબ્દ આપોઆપ ઉમટી આવે છે ને ગઝલ રચાઈ જાય છે

- Shagun