Pinky Sanghvi   (Shagun)
6.6k Followers · 435 Following

Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016


Love to write✒️
🎂 21st July
Joined 28 December 2016
18 HOURS AGO

तुम जो मानो तो में तुम्हारे पास हूँ,
तुमने जो ली अभी वो तुम्हारी साँस हूँ।

-


25 APR AT 13:40

વિશ્વાસ મનમાં ત્યારે જાગે જયારે અવિશ્વાસની હોય વાત,
વિશ્વાસનો હોય પ્રયાસ મનમાં તો શ્રદ્ધાની કરું એક વાત..

ત્યાં સુધી જ રહે છે મન વિચલિત શ્રદ્ધા જ્યાં સુધી ના હોય પાસ,
જાગૃત થાય શ્રદ્ધા, અસંતુષ્ટ મન પામી જાય શાંતિ, પૂર્ણ થાય સૌ કાજ..

અસાધ્ય પણ સાધ્ય થઇ જાય જીવન સફળ, મન પ્રફુલ્લિત થાય,
બદલાઈ જાય પળવારમાં દુનિયા આખીયે શ્રદ્ધા સંગ જયારે મન જોડાય..

દરેક શ્રદ્ધા સંગ જોડાયેલું એક નામ, કોઈ કાજે રહીમ કોઈ કાજે રામ,
બદલાય દુનિયા બદલાય હાલાત અડગ રહે શ્રદ્ધા અડગ એનું સ્થાન..

શ્રદ્ધા ના માંગે કદી ફળ ફૂલનું દાન, ના કોઈ વ્રત ના ઉપવાસનું આદાન,
શ્રદ્ધાની બસ એક જ વાત, અમન શાંતિ સ્થપાય સદા, સુખ પામે જગ ધામ..

-


24 APR AT 15:19

असे रस्ते कधीच भेटत नाहीत
प्रत्येकाशी नाते कधीच जुळत नाही
तुझ्या आणि माझ्यात काही ऋणानुबंध असेल
उरलेल्या आयुष्यात श्वास कधीच कुणात मिसळत नाही.

-


24 APR AT 10:40

ન બોલવામાં નવ ગુણ,
ને બોલે એના બોર વેચાય..

જોઈ વિચારી બોલે જયારે,
શાણો માનવી એ કહેવાય..

અધકચરું જ્ઞાન આફત નોતરે,
સમજે જે એ જ્ઞાનને ભવ તરી જાય..

વગર વિચાર્યે બોલવું નહીં કદી,
શબ્દોના તીર ના કદી પાછા ખેંચાય..

કૂદી પડવું કોઈની વાતમાં એ કરતાં ,
ના બોલવામાં સઘળી વાતનો ભ્રમ સમેટાય ..

મૂરખ નથી ઠરતા ચૂપ રહી આપણે,
શાણપણ મૌન થકી, સ્મિત જેમાં સમાય..

ખાલી ચણો વાગે ઘણો,કહેવત સાચી,
ના બોલી આપ સંગ બધાનું સમ્માન જળવાય..

હૈયું કોઈનું દુભાય નહીં, મૌન થકી શાતા ઉપજે,
ન બોલવામાં નવ ગુણ સમજે એને જ મર્મ સમજાય..

-


23 APR AT 11:40

કોઈ પુસ્તક અંધકાર ને ચીરે, તો કોઈ અંધકારમાં રાહ બતાવે.
કોઈ તાપમાં છાંવ આપી જાય, કોઈ એકાંતની ઉદાસીમાં ઉજાસ પથરી જાય.

કોઈ જગાવી દે નીંદરમાંથી તો કોઈ રુદનને સ્મિતમાં પલટાવી જાય.
કોઈ રૂમની શોભા વધારે તો કોઈ પુસ્તક નિરાશામાં આસ જગાવી જાય.

મૌન રહી અંતર્મનને વાંચ્ચાં આપે, દર્દમાં સહારો બની હાસ્ય વિખેરી જાય.
પુસ્તક જે દિલાસો આપવા સંગ એક અનોખો પાઠ ભણાવી જાય.

મનના ખૂણે ચાલતાં હજારો સવાલોને ઉકેલી જીવન સાર્થક કરી જાય.
થાકેલા મનના ભાવ જાણી રમૂજ કરી વાત્તાવારણને હલકું કરી જાય.

ક્યારેક સાથી,ક્યારેક પથદર્શક, ક્યારેક સહેલી બની જીવનનૈયા પાર કરી જાય,
પુસ્તકને વંદન કરીએ, જે મૌન રહી માનવના વિચલિત મનને વાચા આપી જાય.

-


23 APR AT 11:18

बुरे दिनों में कर नही, कभी किसी से आस
परछाई भी साथ दे, जब तक रहे प्रकाश।

-


22 APR AT 17:39

પ્રીતના રંગ હજાર કદી ગુલાબની પાંખડી જેવા મૃદુલ
કદી ઝાકળની બુંદ જેવા તો કદી પતંગિયાની પાંખો જેવા કોમળ.

કદી બાળકના સ્મિત સમા નિશચ્છળ, કદી ચંદ્રમા સમા શીતળ.
કદી નદીની ધાર જેવા મોજીલા, કદી પર્વતો જેવા ધીરગંભીર.

પ્રીતના રંગ પંખીના કલરવ સંગ ચહેકે, લહેરાય ખેતરના પાકમાં,
આકાશના તારલામાં ચમકે ને લહેરાય પવનના શીત વેગમાં.

વાદળોના ગડગડાટમાં ગુંજે ને વર્ષા સંગ ધરા પર પથરાય,
પ્રીતના રંગે ઇન્દ્રધનુષ બને, કવિની કવિતાના શબ્દો રચાય.

પૂજાનું અર્ચન કે હરિનું કીર્તન પ્રીતના રંગે રમઝટ રેલાય,
કલાનું મંચ હોય કે મયુરનું નર્તન, પ્રીતના રંગે ખુશાલી છવાય.

રેશમની દોર, વર્ષાનો છોર, રોટીની કોર કે હોય પ્રભાતની ભોર,
પ્રીતનો રંગ જો ભળે એમાં તો અહેસાસ બની જાય કંઈક ખાસ..

-


22 APR AT 16:48



પ્રીતના રંગ હજાર
જે નસીબમાં નથી એનો જ રહે ઇંતજાર...

-


22 APR AT 15:05

तुम अपने लिये जो भी हो...
पर...
मेरे लिये सिर्फ मेरे हो..!!!

-


22 APR AT 8:22

कुछ यादें अपने हिस्से के
आंसू मांगने बार बार आती है.।

-


Fetching Pinky Sanghvi Quotes