મારા ગામની "ભવાઈ" ભૂસાઈ ગઈ
ક્યાંક શહરની ચમકમાં લકાઈ ગઈ
ગામના પાદર હવે સૂના પડ્યા
પાદરની પીપળી સૂકાઈ ગઈ
છોકરાઓ પીપળી પર રમતા નથી
મોબાઈલમાં રમત મૂકાઈ ગઈ
સાંજ પડતાં ધમધમતું મારું ગામ
મૌન રાખી, અવાજ ગૂંગળાઈ ગઈ
"ઓછમ" જોતા જોતા જે ઊંઘ આવે
એવી ઊંઘ હવે ક્યાં ખોવાઈ ગઈ
નળિયાનું ઘર ક્યારેક યાદ આવે
તો આંખો મારી ભીંજાઈ ગઈ
કરોડોની વસ્તી છતાં છે ખાલીપો
ત્યારે ગામડાની કિંમત સમજાઈ ગઈ
વધુ ને વધુ મેળવવાની હોળમાં
જરૂરિયાત બધી વેડફાઈ ગઈ
મારા ગામની "ભવાઈ" ભૂસાઈ ગઈ
ક્યાંક શહરની ચમકમાં લકાઈ ગઈ
-