જે જેવું વિચારે એવી છું હું
બાકી મને તો ખબર જ છે કેવી છું હું..!!-
દરેક સાંજે તને જ મળવાનું મન થાય,
વરસાદની એક એક બુંદએ બસ તારો જ અહેસાસ થાય.
-
તારા જન્મ સમયે એમણે આંખોમાં મોતીના તોરણો બાંધ્યા,
તારા સપનાઓને એમણે એમની આંખોમાં બાંધી રાખ્યાં.
કેટલીય ગાંઠો ગૂંથીને એ સપનાઓને એમણે પૂરાં કર્યા,
પણ
વહેતા સમયની સાથે સાથે તોરણ માંથી એક એક મોતી વિખરતું ગયું,
ને એ કોરીકટ આંખોમાં જાણેકે બધાં જ સપનાઓ ક્યાંક આમ જ ઓગળી ગયા..!!
-
તારી આંખોમાં મને મારું ઘર મળી ગયું..
અને તારી મુસ્કાનમાં મારી છબી તરી આવી..!!-
મારી આંખોએ વાંચેલી તારી આંખો...!!
મેં જૉઈ તારી એ કાતિલ આંખો..
એમાંય તારી હસતી આંખો,
ક્યારેક નખરાળી આંખો,
ક્યારેક મને જોઈ રહેતી આંખો,
તો ક્યારેક મને સતાવતી આંખો,
ક્યારેક ઈશારા કરતી આંખો,
તો ક્યારેક પ્યાર ભરી આંખો,
ક્યારેક વગર નશાની પણ એ નશીલી આંખો,
તો ક્યારેક મને ઘાયલ કરતી આંખો,
ક્યારેક મસ્તીમાં રમતી આંખો,
તો ક્યારેક મને જૉઈ રહેલી નિરાંતની આંખો,
પણ મારી નજર જ નાં હટે એવી,
મને તારી બનાવી જતી એ "અફીણી" આંખો...!!
-
તારું તમેથી મને 'તું' કહેવાની એ પળ,
એ જ બે દિલની થઈ એક અનોખી પળ.
તારું ને મારું એકબીજાને એકસાથે જ યાદ કરવું,
એ જ બે દિલની થઈ એક અનોખી પળ.
-
નાં કહેવાયેલી મનની વાત,
દબાઈ રહેલું મૌન,
એ જ ગુસ્સાનું પ્રથમ પગથિયું...!!— % &-
કોઈકની નજર આપણાં પર હોયને,ત્યારે જીવવાની વધારે મજા આવે છે.
અને એ કોઈક ક્યાંક બહારનું નથી, આપણી ભીતર રહેલ 'આપણે'જ છીએ..!!
અંતરાત્મા જેવો મોટો મિત્ર કોઈ જ નથી.
એ કંઈ છુપાવતો નથી.
તમારી અંદર ઉછળતા વમળો કે આવતી ખુશીઓની લહેરો એને જ સમજાય છે.
એ તમને કહી જ દે છે કે શું સાચું છે ને શું ખોટું..!!
ક્યાં અટકવું ને ક્યાંથી દોટ મૂકવી.
ક્યાં જતાવવું ને ક્યાં મૌન રહી જવું..
બસ જરૂર છે તો અંતરાત્માની ઓળખની..!!-
કોઈને સમજવા માટે એની એક મુસ્કાનને સમજી લેવી..
ઉભરાતી લાગણીઓ તો આંસુઓમાં વહી જાય,
પણ દબાયેલી લાગણીઓ એક મુસ્કાન પાછળ છુપાઈ જાય...!!!-