Paru Desai  
6 Followers · 2 Following

Joined 8 June 2018


Joined 8 June 2018
1 FEB 2022 AT 15:00

ગુસ્સો એ નકારાત્મક લાગણી છે . જ્યારે તેમાં અહંકાર ભળે ત્યારે તે ક્રોધમાં ફેરવાય. ક્રોધ મૂર્ખતામાં શરૂ થાય અને પશ્ચાતાપ માં પરિણમે.. ગુસ્સો ગુમ કરવા મનમાં ૐકાર નો જાપ શરૂ કરી દેવાથી પોતાને કે અન્યને નુકસાન થતાં અટકાવી શકાય.
પારુલ દેસાઈ
1-02-22— % &

-


30 JAN 2022 AT 13:59

" આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે..ઉપકારનો બદલો અપકાર ન જ હોય શકે...." એવો જીવનમંત્ર અપનાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીને નમન વંદન. આપણે પણ આ જીવન સૂત્રને અપનાવવાની કોશિશ કરીએ..આપણે અનુભવ્યું છે કે સત્ય હંમેશ મન ને શાંતિ આપે છે, સમસ્યાઓનો ઉકેલ લાવે છે.
પારુલ દેસાઈ
30-01-2022— % &

-


28 JAN 2022 AT 19:50

સ્ત્રી એ નમ્રતાનો ભંડાર, કરુણાનું ઝરણું, પવિત્રતાની દેવી, સહિષ્ણુતા અને શાંતિનો સમન્વય છે. ભગવદ ગીતામાં સ્ત્રીના કીર્તિ, શ્રી, વાક, મેધા, ભક્તિ, સેવા ક્ષમા અને શકિત એમ સાત રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે.
જે સમાજ આ બધા ગુણોને સમજી સ્વીકારીને સ્ત્રીના વિકાસ માટે કાર્ય કરે તે સમાજની પ્રગતિ ઝડપથી થાય...
પારુલ દેસાઈ

-


27 JAN 2022 AT 8:11

જે વ્યક્તિ કાર્ય કરવા ઈચ્છા રાખે છે તે મૌન રહી આયોજન પર વધુ ધ્યાન આપી સમયસર કાર્ય કરે છે માટે તે સફળતા પ્રાપ્ત કરે છે. તેનું કાર્ય બોલે છે. .. જ્યારે જે વ્યક્તિ કાર્યની વાતો વધુ કરે અને કાર્ય કરવામાં ધ્યાન ન આપે તે માત્ર વાતોમાં જ સમય અને શક્તિને વેડફે છે તેનાથી સફળતા જોજનો દૂર રહે છે.
પારુલ દેસાઈ
27-01-2022

-


25 JAN 2022 AT 8:26

"ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારનાં ભયથી પર જવાનું છે; ....." સ્વામી વિવેકાનંદના આ શબ્દો વર્તમાન સમયમાં તેઓના જન્મદિન પોષ વદ સાતમના દિવસે આપણા માટે પ્રેરણાદાયી છે.. કોરોના કે કોઈ અન્ય મહામારી થી ડરવાનું નથી. સશકત બનવા નિયમિત હકારાત્મક વિચાર રાખવા યોગ ,પ્રાણાયામ કરવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગ્ય આહારને જીવનમાં સ્થાન આપવાની જરૂર છે તેવું દર્શાવે છે.
સ્વામી વિવેકાનંદ ના જન્મદિને શત શત વંદન.. તેઓના કાર્યને યાદ રાખી આપણો સર્વાંગી વિકાસ થાય તેવી શુભેચ્છા...
© પારુલ દેસાઈ
25-01-2022

-


21 JAN 2022 AT 13:34

સ્વીકારીએ - છે ઈશ્વર જીવમાત્રમાં,
પીછાણીએ - એ દિવ્ય શકિતને,
અનુભવીએ દિલમાં એ પવિત્ર ઊર્જાને,
રાખીએ સમભાવ , દયાભાવ જીવમાત્ર પ્રત્યે..
પારુલ દેસાઈ
21-01-22

-


20 JAN 2022 AT 6:33

અન્યની કાર્યક્ષમતાની ઈર્ષા કરવાને બદલે તેને સ્વીકારીએ, તેમાંથી શીખીને આપણી કાર્યક્ષમતામાં વધારો કરવાથી સફળતા, યશ - કીર્તિ ચોક્કસ મળે.. ટુંકમાં, ઈર્ષા કરી બીજાની લીટી નાની કરવાને બદલે આપણી લીટી વધારતા શીખવું જરૂરી છે.
પારુલ દેસાઈ
20-02-22

-


6 JAN 2022 AT 8:06

ઈશ્વર એટલે એક એવી દિવ્ય શક્તિ કે જે આપણી આસપાસ દરેક જીવમાં રહેલ છે. આપણી અંદર જ રહેલ આત્મા પણ એ જ છે. જે " જગત નિયંતા" છે. દરેક સજીવ પ્રત્યે સેવાભાવ રાખીએ, વિચાર વાણી કે વ્યવહાર થી દુઃખ ન પહોંચાડીએ.
પારુલ દેસાઈ
6-01-2022

-


15 DEC 2021 AT 7:06

અડગ મનના વિચારો થકી અખંડ ભારતની રચના કરી દેશને એક તાંતણે બાંધવાનું કપરું કાર્ય કરનારને શત શત વંદન...
આજે 15 ડિસેમ્બરે તેની પુણ્ય તિથિએ તેમના વિચારો - વ્યવહારોને જીવનમાં ઉતારી આપણું જીવન સાર્થક કરવાનો સંકલ્પ લઈએ.
પારુલ દેસાઈ
15-12-2021

-


14 DEC 2021 AT 8:41

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्त स्वप्रावबोध्स्य योगो भवति दुःखहा ।।
यथायोग्य आहार यानी सुपाच्य, सात्विक आहार करें । अपने मनोरंजन के लिए समय निकालें। नियमित योगाभ्यास करके तन मन से स्वस्थ रहें ऐसी "गीता जयंती की शुभकामना ।
पारुल देसाई
१४- १२- २०२१

-


Fetching Paru Desai Quotes