Parth Pandya   (Parth Pandya)
63 Followers · 14 Following

Joined 2 December 2017


Joined 2 December 2017
8 FEB 2023 AT 0:41


ગુલાબનાં ફૂલની મીઠી સુવાસ છે તું
પાંખડી પર સુશોભિત ઝાકળનું બિંદુ છે તું
ભલે ને હશે કાંટા એના પર અનેક
હૃદય માટે મલમ સમાન સુકુન છે તું

-


18 OCT 2022 AT 22:17

નથી મોહ માયા મહાકાય ઇમારતોની
આકાશ સુધી આંબવા હાથ જોઈએ છીએ

નથી ઈચ્છા નત નવા સંબંધો બનાવાની
જિંદગીમાં એક અતૂટ બંધન જોઈએ છીએ

નથી કામની ધન, દોલત, જમીન અબજોની
સાથી સ્વરૂપે એક અજાયબી જોઈએ છીએ

નથી કરવી આનાકાની તારા ને મારાની
આપણાં માં હોય સર્વસ્વ એવું જીવન જોઈએ છીએ

નથી ફિકર ભૂતકાળ કે ભવ્ય ભવિષ્યની
સુખ શાંતિને વાચા આપતું વર્તમાન જોઈએ છીએ

નથી જરૂર કંકુ, ચોખા, પુષ્પ કે સોળ શૃંગારની
નિઃસ્વાર્થ એવા પ્રેમની મૂર્તિ જોઈએ છીએ

નથી માણવી પળો હર્ષ, શોક, ઉલ્લાસની
આ જીવનના તહેવારમાં નખશિખ બસ તું જોઈએ છીએ

© પાર્થ પંડ્યા

-


13 APR 2022 AT 0:44

કેવું અદ્ભુત હશે એ જીવન જેમાં વસીએ તું ને હું

હસતાં-ખીલતાં રડતાં પડતાં પસાર કરશું જેને તું ને હું

દરેક સમસ્યાનો હાથ ઝાલીને સામનો કરશું તું ને હું

સુખ-દુઃખનાં પડછાયામાં સાથ આપશું તું ને હું

દરિયા કિનારે ભીની માટીમાં પગ પલાળશું તું ને હું

શાંત ધાબે એકબીજાને ભેટી તારલા જોશું તું ને હું

આશાઓના મહેલને ભવ્ય શણગારીશું તું ને હું

સપનાના વિશાળ સાગરને પાર કરીશું તું ને હું

પ્રેમની મૂર્તિને સજોડે રોજ પૂજશું તું ને હું

અનંત કાળ સુધી વસે મારામાં તું ને વસુ તારામાં હું

- પાર્થ પંડ્યા

-


12 APR 2022 AT 8:27

દિવસ રાત મહેનત કરીને ઉજાગરા કરતા જોયા છે

સંઘર્ષ, સંયમ, સાહસ, ત્યાગની મૂર્તિ તરીકે જોયા છે

લાગણીઓ ને છુપાવી મને ઠપકો આપતા જોયા છે

પશ્ચાત એકાંતમાં સૂકી પાંપણે રડતા જોયા છે

નિત્ય સવારે મારા માટે વિભુને પ્રાર્થના કરતા જોયા છે

મોડી સાંજે જમવા માટે મારી રાહ જોતા જોયા છે

ઈશ્વરને માનવ અવતારમાં સ્વદ્રષ્ટી એ જોયા છે

મેં પપ્પાને આજીવન મારા છત્ર તરીકે જોયા છે

- પાર્થ પંડ્યા

-


1 APR 2022 AT 0:28

જીવનની દરેક ક્ષણ તારી જોડે માણવા માંગુ છું

જીવનની દરેક ખુશી તારી જોડે વહેંચવા માંગુ છું

જીવનની દરેક સવાર તારી જોડે નિહાળવા માંગુ છું

જીવનની દરેક રાત તારી જોડે વિતાવવા માંગુ છું

જીવનનો દરેક પ્રસંગ તારી જોડે ઉજવવા માંગુ છું

જીવનના દરેક રસ્તે તારો હાથ પકડી ચાલવા માંગુ છું

જીવનનું દરેક વચન તારી જોડે નિભાવવા માંગુ છું

જીવનનો દરેક શ્વાસ તારી હૂંફ જોડે લેવા માંગુ છું

- પાર્થ પંડ્યા

-


4 FEB 2022 AT 20:37

અણસાર તો હતો ઓળખીતા જેવો

પણ તારી આદત પડી ગઈ

વિચાર તો હતો "સ્વર્ગ" જેવા સુખનો

પણ તું પ્રાર્થના બની ગઈ

- પાર્થ પંડ્યા

-


27 OCT 2020 AT 21:48

Try to be Someone's Habit, Not the Heart

It is the Habit of Pulsating that people Love, not the Heart

© Parth R. Pandya

-


23 AUG 2019 AT 13:23


અણગમતો છું! સૌને ગમે એવું કરીને ચાલ્યો જાઈશ

નક્કામો છું! સૌને કામમાં સાથ આપીને ચાલ્યો જાઈશ

નાસમજ છું! સૌની સમજ માં આવીને ચાલ્યો જાઈશ

નિઃસ્વાર્થ છું! સૌનો સ્વાર્થ સાધીને ચાલ્યો જાઈશ

પ્રેમાળ છું! સૌનો ધિક્કાર સ્વિકારી ને ચાલ્યો જાઈશ

જરૂરત છું! સૌની આવશ્યકતા પૂર્ણ કરીને ચાલ્યો જાઈશ

કઠોર છું! સૌના અશ્રુ લૂછીને ચાલ્યો જાઈશ

પણ, પણ બેવકૂફ નથી! સૌના ઈરાદા સમજીને ચાલ્યો જાઈશ

© પાર્થ પંડ્યા

-


21 MAR 2019 AT 23:44

તું જ તું જ મારા શ્વાસ શ્વાસ માં
તું જ તું જ મારી આસપાસ માં
તું પ્રેમ ને તું પ્રાસ છે
તું અબીલ ને તું ગુલાલ છે
તું જ તું જ મારા રોમ રોમમાં
તું જ તું જ મારી ધરા વ્યોમ માં
તું વસંત ને તું વરસાદ છે
તું નિશા ને તું પ્રભાત છે
તું જ તું જ મારા શબ્દે શબ્દ માં
તું જ તું જ મારા દરેક ખયાલ માં
તું સૂર ને તું તાલ છે
તું આજ ને તું કાલ છે
તું જ તું જ મારા નખશિખ માં
તું જ તું જ મારી ઈશ બંદગી માં
તું ગઝલ ને તું કાવ્ય છે
તું સ્મિત ને તું હાસ્ય છે
તું પ્રેમ ને તું પ્રાસ છે
તું અબીલ ને તું ગુલાલ છે

- પાર્થ પંડ્યા

-


15 FEB 2019 AT 10:42


હાલ હું પીંછી ને તું રંગ બની જઈએ
હું ચિત્ર ને તું ચિત્રકાર બની જઈએ
હાલ હું શબ્દ ને તું ગઝલ બની જઈએ
હું કલમ ને તું પત્ર બની જઈએ
હાલ હું દિવસ ને તું રોશની બની જઈએ
હું રાત ને તું ચાંદની બની જઈએ
હાલ હું રણ ને તું ગુલાબ બની જઈએ
હું દરિયો ને તું ભરતી બની જઈએ
હાલ હું પર્ણ ને તું ઝાકળ બની જઈએ
હું વસંત ને તું કળી બની જઈએ
હાલ હું ચાતક ને તું વરસાદ બની જઈએ
હું ગ્રીષ્મ ને તું ટાઢ બની જઈએ
હાલ હું જીવન ને તું શ્વાસ બની જઈએ
હું હૃદય ને તું ધડકન બની જઈએ
હાલ હું પ્રેમ ને તું પ્રેમિકા બની જઈએ
હાલ ને આપણે એકબીજા ના વેલેન્ટાઇન બની જઈએ
- પાર્થ પંડ્યા

-


Fetching Parth Pandya Quotes