PARiKSHiT JOSHi  
64 Followers · 4 Following

Joined 6 July 2017


Joined 6 July 2017
13 JUL 2017 AT 18:42

લડવા, ઝઘડવા, વાતો કરવા માટે એક, પરંતુ આખરી સફરે ઊંચકી લઈ જાય એ માટે ચાર, પાક્કા દોસ્તાર હોવાં જરૂરી છે.

©ભાગવત કહે પરીક્ષિત

-


2 MAY 2021 AT 11:04

દિલ અને દિમાગથી નિર્ણયો લેતા લેતા ભુલાઈ ગયું કે સજીવને જીવંત રહેવા માટે ફેફસાં પણ અગત્યનું અંગ છે...હવે જ્યારે યાદ આવ્યું ત્યારે...વૈશ્વિક પરિસ્થિતિ કાબૂ બહાર છે.

#ભાગવત_કહે_પરીક્ષિત
#02052021

-


16 JAN 2021 AT 1:20

સમસ્યા વિશે જેટલું વધુ ચિંતન કરશો, એટલી ચિંતા વધશે...સમસ્યાનું સમાધાન શોધવું એ સાચો માર્ગ છે...જેમ જેમ સમાધાન તરફ ધ્યાન વળશે, તેમ તેમ સમસ્યા હતી, ન હતી, થતી જશે.

©ભાગવત કહે પરીક્ષિત

-


14 JAN 2021 AT 17:11

પવનના નામની આણ છે ને છે બૂમરાણ...
વ્હાલા, સંક્રાંત છે, મકર છે ને છે ઉતરાણ...
❤️😜
-પરીક્ષિત જોશી

-


19 OCT 2017 AT 9:33


ગયું વર્ષ "ગમ્મે" એવું ગયું હોય
આવતું વર્ષ તમને "ગમે" એવું જાય...

તથાસ્તુઃ ✋👍👌💐

શુભ દીપાવલી અને
નૂતન વર્ષાભિનંદન...

-


8 AUG 2017 AT 23:27

આ રાજ્યસભા ચૂંટણીમાં
કોઈક ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરીને
હવે પૂર્ણવિરામ લાવો મેચનું.
આટલી લાંબી તો ટેસ્ટ મેચ પણ
નથી ચાલતી હવે...

©ભાગવત કહે પરીક્ષિત

-


6 AUG 2017 AT 9:56

સુદામાથી લઈને અર્જુન સુધી કે સુભદ્રાથી લઈને દ્રૌપદી સુધી જુઓ, શ્રીકૃષ્ણની મિત્રતાના વિવિધ સ્વરૂપના દર્શન થશે. અકિંચન અયાચક બ્રાહ્મણનું આર્થિક દારિદ્રય હોય કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધરની ધર્મક્ષેત્રે અવઢવભરી સ્થિતિ, કુળકુટુંબની પરંપરાથી ઉપર ઉઠીને પ્રિયપાત્ર મેળવવાની ભગીનીની ઈચ્છા હોય કે છલકપટ વચ્ચે ઘેરાયેલી સખીનો આર્તનાદ...પૂર્ણ પુરુષોત્તમ એક અદના મિત્ર તરીકે હંમેશા અડીખમ ઊભા રહ્યાં અને પોતાના વ્યક્તિગત નીતિનિયમને એકબાજુ મૂકી, નિઃસ્વાર્થ ભાવે, પોતાના મિત્રની રક્ષા, સુરક્ષા, યોગક્ષેમ માટે શક્ય બધું જ કર્યું.
માસોત્તમ માસે, પવિત્ર શ્રાવણ માસે, જન્માષ્ટમી નજીક છે ત્યારે, આજે ફ્રેન્ડશીપ ડે ને દિવસે સહુ મિત્રોને એક મિત્ર શ્રીકૃષ્ણ સમો હોય, ન હોય તો મળે, એ પ્રાર્થના સહિત જય શ્રી કૃષ્ણ.

©ભાગવત કહે પરીક્ષિત

-


4 AUG 2017 AT 7:57

સિદ્ધિ-પ્રસિદ્ધિ, માન-અકરામ, પુરસ્કાર-પારિતોષિક મળે એની પોતાની એક મજા હોય જ છે પણ એ બહાને સગાંસંબંધીઓ, શુભેચ્છકમિત્રો દિલથી, વધુ એકવાર યાદ ફરમાવે, એની જ ખરી મૌજ છે.

©ભાગવત કહે પરીક્ષિત

-


3 AUG 2017 AT 13:54

આત્મવિશ્વાસ, મહત્ત્વકાંક્ષા અને નિરાશા આમ તો વિષમ "ચલે" છે ત્યારે ઉત્કૃષ્ઠ સિદ્ધિ બક્ષે છે. પણ જ્યારે એ સમ "ચલે" ત્યારે ભયંકર પરિણામ લાવે છે.


©ભાગવત કહે પરીક્ષિત

-


18 JUL 2017 AT 14:37

ઘણાં બધાં વિચાર કે ગહન ચિંતન જે શાંતિ નથી આપી શકતું એકમાત્ર નાનકડો પણ મક્કમ નિર્ણય સહજમાં આપી શકે છે.


©ભાગવત કહે પરીક્ષિત

-


Fetching PARiKSHiT JOSHi Quotes