ચાસણી ની માંગી મીઠાશ
ને લીધી વળી કરેલાં ની કડવાશ
મરચાં કેરી લીધી તીખાશ
અને લીંબુ - આમલી ની ખટાશ
આમળાં પાસે ઉધાર વળી માંગી થોડી તુરાશ
પછી પહોંચ્યા ફળો પાસે લેવા થોડા ઉધાર
તેના મીઠાં રસ અને તેની નરમાશ
અને ગયા ફૂલો ને દ્વાર
માંગવાને થોડી કુમળાશ
ચાતક પાસે લીધી આશ
અને હાસ્ય પાસે હળવાશ
આ બધું ભેગું કરીને આપ્યો શ્વાસ
અને બુઝાવી અંતરની મિત્રતા માટેની પ્યાસ.- ✍️ Pankti Shah "પ્રેરણા"
4 AUG 2019 AT 17:28