Nidhi Pandya   (Sneh)
6 Followers · 9 Following

Joined 18 July 2020


Joined 18 July 2020
10 APR AT 12:12

'બા'
શબ્દ જ એવો છે, જાણે ઘરનો ભરેલો કોઠાર,જેના દાણાને કદી એ કોઈ અછત નાં આવવા દે!..
ઘરનું કોઈ પણ રડતું બાળક કે પછી બાળકના મમ્મી ને પપ્પ;બા ને જુએ ને ખીલી જાય, જેમ ફુલને છોડ સહિત કોઈ પાણી પીવડાવે..
'બા' એમ બોલવામાં ય કેવી ભરી ભરી લાગણી થાય, દાદી બોલવામાં એ મજા નથી..
એના સાડીના છેડામાં સંતાવું ને કાયમ ત્યાં જ મળી જવું, એણે આપેલ ભાગ લેવાના પૈસા અને એમાં ય પડતો બધા ભારું નો ભાગ..એ નાનપણની સૌથી મોટી દોલત હતી. માં ખીજાય કે મારે કદીક તો એ પહેલા જ બા વચ્ચે આવી જાય, ને બચાવી લેય! ને આપણા જ તોફાન માટે ઉલ્ટાનું મમ્મીને એ મીઠો ઠપકો આપે ત્યારે મનમાં એક અલગ લેવલ નો confidence આવી જાય કે મારી સાથે 'મારી બા' છે.
પપ્પા આવે ઘરમાં ને બા એને ય જાણે એના એ જ નાના સંતાન હોય એમ ચિંતા કરે, જમવાનું આપે ને એની હારે જમવા બેસે.. લે ને ભાઈ હજી એક રોટલી એમ કેય એટલે આપોઆપ ભૂખ ઉઘડે..સાસરે ગયેલ દીકરીને પૂછ્યા કરે, બેન કેદી આવીશ રોકાવા ને આવીએ એટલે જાણે આખું પિયર એ એક માણસમાં મળી જાય.. એ બા
એ મમ્મીને મળતો આરામ છે, ને વણમાંગી હિંમત પણ, સાસુપણાની આડમાં મળતી એક માં છે! એ દાદાને ય એમ કહી દે કે તમે પછી પેલા મારાં છોકરાવ.. એ બા
તમે હંમેશ બહું યાદ આવશો બા, એ વિચારે આંખો ભીંજાય જ જશે કે હવે અમારી રાહ જોવા તમે ફળિયામાં નહીં બેઠા હો..તમને અમે સદાય મનમાં જીવતા રાખીશું.. અમારા બા🙏🏻

-


1 APR AT 16:48

છે શબ્દ મૌન
અટકી છે અધરે
વાત અધૂરી

"સ્નેહ" n¡dhì

-


1 APR AT 16:09

કવિતા એક હું લખું...
લખું શબ્દને કંઈક સજાવીને એવો,
જાણે સુગંધ કોઈ અધખીલ્યા પારિજાતની,
લખું અર્થને એમાં રાખી અભેદ,
જાણે મહેક માટીમાં પહેલા વરસાદની..
કોરાકટ પાનાંમાં સ્યાહી અડે;
ને એક એક અક્ષર ગોષ્ઠી કરે,
લખું વિચાર કોઈ મઠારીને એવો,
જાણે ઉપજે બીજ ફાડી ઉર ધરાની,
લખું સમજ જરા એમ સમજાવી;
જાણે વહે સુરાહી સમ્યક વાતોના વિસ્તારની..
લખું કવિતા એક એવી..
જાણે બે બોલકી આંખો મળે;
ને એકનાં પલકારે બીજી ઢળે..
લખું સ્નેહ એમાં સુલજાવીને એવો
જાણે ઉલજેલી બે હૈયાની રેશમગાંઠ,
લખું સૂર એમાં રેળાવીને એવો
જાણે સાર્થક થઈ રહે જીવતર નિતાંત!

- શબ્દગાથા 'સ્નેહ' Nidhi



-


19 MAR AT 10:12

છલોછલ છે
ખાલીપણું મારું ય
તારાથી જ તો

-"સ્નેહ" Nidhi

-


8 MAR AT 16:15

પંથ પ્રણય
પામ્યો પરિણય
પૂર્ણ પ્રણવ

- શિવા્ચ્યુતા "સ્નેહ" Nidhi

-


7 MAR AT 10:27

કીધું'તું એણે
ચા પર મળવાનું
રાહ જુએ ચા

- "સ્નેહ" Nidhi







-


4 MAR AT 11:46

થૈ ગિરનારી
સાવજ એ ગીરનો
મળ્યો સાગરે

- શબ્દકેસરી "સ્નેહ" Nidhi

-


26 FEB AT 12:03

તપે શામ્ભવી
સંગ સમષ્ટિ, સ્પ્રુહે
શાતા શર્વની

-શિવાય "સ્નેહ" Nidhi

-


23 FEB AT 10:48

એને ગમે ચા
ચાહ મનેય એક
ચા એની સાથે

- 'સ્નેહ' Nidhi

-


21 FEB AT 15:59

વાંચી લઉં ભલે ગમે એ..ગમે એવી..
અડે ખાલી એક જ આ આતમને,
સફર પહેલા પ્રેમથી આખરી ઇશ્ક સુધીનો;
કાયમ રહ્યો છે ગુજરાતી ભાષા થી ..

- શબ્દ સુધા 'સ્નેહ' Nidhi

-


Fetching Nidhi Pandya Quotes