સ્ત્રી-પુરુષ એકમેકના પરિપૂરક છે, પ્રતિસ્પર્ધી નથી.
એકમેકની અનિવાર્યતા આધાર છે.
કોઈ સુપીરીઅર કે ઈન્ફિરીઅર નથી
બન્ને UNIOUE છે.
નેહલ ગઢવી-
સ્ત્રીની ઓળખ અને અસ્મિતાની યાત્રામાં
પુરુષોની અદ્ભૂત ભૂમિકા છે.
તેનો ઉપયોગ સામાન ઉપાડવામાં નથી
પણ સંવાદ માટે છે.
તે સ્ત્રીની બીજી પાંખ, આંખ, હાથ, સાથ છે.
સહયાત્રી છે સહાયક મજુર નથી
અને મેનેજર પણ નથી.
નેહલ ગઢવી-
"મતલબી ", " સ્વાર્થી "
આવા Day પણ હોવા જોઈએ ઘણા છે.
જેને wish કરી શકીએ 🤪
નેહલ ગઢવી-
સાચુકલો પ્રેમ એકમેકને:
સ્વસ્થતાથી પડકારે,
સંપૂર્ણતાથી આવકારે,
સમગ્રતાથી સ્વીકારે,
સહજતાથી આકારે,
બોલ્યા વિના કહી દે,
કહ્યા વિના જ સાંભળી લે........
નેહલ ગઢવી-
હા, I love you માં ગુલાબ દેવું પડે પણ
I care for you માં કાંટા કાઢી ગુલાબ બની જવું પડે.
I love you માં ચોકલેટ આપવી પડે,
I care for you માં ચોકલેટ બની જવું પડે.
I love you માં, I love you too સાંભળવા આંખોમાં જોવું પડે, care માં હાથ પકડીને બસ ચાલી નીકળવું પડે.
I love you માં સંબંધ નામ છે,
I care for you માં નામ નહિ ક્રિયાપદ છે.
નેહલ ગઢવી-
સંબંધ માટે માળો જોઈએ
પણ
પ્રેમ માટે આકાશ
અને
પ્રેમી માટે અવકાશ જોઈએ.
નેહલ ગઢવી-
સાંભળીયું છે કે ફેબ્રુઆરીમાં એક ભયાનક મહામારી આવી રહી છે.
જેનો કોઈ ઈલાજ નથી, કોઈ વેક્સીન નથી.
ઇશ્ક, પ્રેમ નામનો રોગ લઈને આવે છે.
સંભાળીને હૉ, નાની એવી તિરાડ માંથી પણ પ્રવેશી જશે પછી જીવનભર તેનો કેફ રહેશે 😇
નેહલ ગઢવી-
સંપતી પર શ્રદ્ધા મૂકીને છેતરાયા છીએ,
સતા પર શ્રદ્ધા મૂકીને પછાડાયા છીએ,
સંબંધ પર શ્રદ્ધા મૂકીને વલોવાયા છીએ,
શબ્દ પર શ્રદ્ધા મૂકીને મુંઝયા છીએ,
હવે તો એક જ રસ્તો વધે છે. આ જે શ્રદ્ધા મૂકે છે ને એ મુકનારને જ સમજવો, જાણવો અને પામવો....
નેહલ ગઢવી-
નદી કાંઠાની રેતી કે
દરિયા કિનારાની રેતી સાથે ઘડીક રમીને, રેતી ખેંખેરીને પાછા ફરીએ.
એટલી સરળતાથી.
તેમ જ શબ્દો સાથે ઘડીક રમીને, લાગણી બાંધીને,
શબ્દો ખેંખેરી સંબંધ માંથી પાછા ફરી શકાતું નથી.
નેહલ ગઢવી
-
કેટલીકવાર જીવનની ઉદાસીન, મુઝારાવાળી ક્ષણોમાં એમ લાગે કે તમે ખુબ અંધારાવાળી જગ્યાએ છો, એકલા છો ત્યારે તમને લાગે છે કે તમને દફનાવવામાં આવ્યા આ ઉદાસીનતાના ખાડામાં ,
પરંતુ વાસ્તવમાં તમને રોપવામાં આવ્યા છે ફરી ઉગી નીકળવા માટે.
નેહલ ગઢવી-