પદાર્થથી લઈ માનવ સુધી દરેક પોતાના સમૂહ સાથેજ રહે છે...n.jasani 28012022 (પીપરડી)
-
વતનમાં આર્થિક રીતે સામાન્ય સ્થિતિ એવા મિત્ર સાથે મારા કામથી ત્રણ કલાક સાથે રહેવાનું થયું (અમે બેજ હતા), બંને મળ્યા એનો આનંદ હતો, છૂટા પડ્યા પછી ધ્યાને ચડ્યું, કે મે મિત્રના ચહેરાને કે બોડીને જોય જ ન હતી, તો મે જોયું શું... ?
એના કાર્યોની વાત એના વિચારો એટલા ઉત્તમ હતા કે ચહેરો જોવાનો રહી જ ગયો. જ્યાં ઉત્તમ વ્યક્તિ હોય ત્યાં જો બોડીલેસ થઈ જતી હોય, તો પ્રેમ હોય ત્યાં તો બોડીલેસ હોય જ, અહી મારા મિત્રમાં બંને હતું એવી અનુભૂતિ થઈ...n.jasani 26012022-
સંદેશના તંત્રી શ્રી પ્રસન્ન ભટ્ટની પિયુષ ધાનાણીના દ્વારા મુલાકાત ગોઠવાઈ, આ મુલાકાતથી ઘણું ઘણું જાણવા અને સમજવા મળ્યું જેની મને ખુશી છે. આમ સમય કાઢીને કોઈ પણ બહાને આવા લોકોને મળતા રહેવું જોઈએ, જેનાથી આપણું માઈન્ડ શુદ્ધ થતું હોય છે અને માઈન્ડ શુદ્ધ થવાથી આપણા લીધે ઊભી થતી અશાંતિ શાંતિમાં પરિવર્તિત થતી હોય છે. આમ આપણી આજુ બાજુનું વાતાવરણ આપણા બદલાવ જેટલું શુદ્ધ થતું હોય છે અને એ શુદ્ધતાનો અનુભવ પણ થતો હોય છે...n.Jasani 11012022
-
ગીતા જેવા શાસ્ત્રને વારંવાર વાચવાનું મન થાય, દર વખતે નવું મળે એવો અનુભવ થાય એનું કારણ ગીતા શુદ્ધ (સત્ય) છે અને શુદ્ધ ગમવું એ માનવ માત્રનો સ્વભાવ છે. બીજું કે આપણે અશુદ્ધ છીએ એટલે ગીતાને જેટલી જીવનમા ઉતારીએ એટલા શુદ્ધ થયા, ફરી વાંચીએ એટલે બીજી અશુદ્ધિઓ આપણને ગીતાના માધ્યમથી દેખાય અને ફરી તે શુદ્ધિ માટે મહેનત કરીએ, વળી પાછા વાંચીએ એટલે ત્રીજી અશુદ્ધિ દેખાય આમ જ્યાં સુધી ગીતા જેવી શુદ્ધિ ન આવે ત્યાં સુધી ગીતા વાંચવી ગમશે અને નવું મળશે. એક સમય એવો આવતો હશે કે ગીતાની નજીકની શુદ્ધતા આવી ગઈ પછી ગીતા વાચવાની કોઈ જરૂર રહેતી હશે નહિ કેમકે ગીતાને જે કરવાનું હતું તે ઘટના ઘટી ગઈ. આવું મને સમજાય છે...n.jasani 05012022
-
મારે શું કરવું જોઈએ ? હું શું કરી શકું ? આવું કોઈને પૂછતા રહેવાથી તથા મારી કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરાવશો તો મને ગમશે આવો સમર્પણભાવ બતાવતા રહેવાથી અનેક દિશામાં ખૂબ સ્પીડથી પ્રગતિ થતી હોય છે... N.jasani 01012022
-
મારા ગામની બાજુમાં લોકભારતી સંસ્થા આવી છે મે ત્યાંની હમણાં વીઝીટ કરી ત્યારે વાત વાતમાં જાણવા મળ્યું કે આજથી ચાલીસ વરસ પહેલાં મારા ગામના એક બે લોકો ત્યાંની વારંવાર મુલાકાત લેતા એટલે એ લોકોમાં ગામના સામાન્ય લોકો કરતાં ખેતીવાડી વગેરેનું વધારે જ્ઞાન હોય એ સ્વાભાવિક છે. આ લોકો ગામના અન્યોને ક્યારેય ત્યાં લઈ ગયા હોય એવું મે કોઈ પાસે સાંભળ્યું કે જોયું નથી. એમજ આજના ધાર્મિક ગુરુઓ ભક્તોને અસ્તિત્વ સાથે ડાયરેક્ટ કરાવતા નથી અને જો કરાવે તો તે ગુરુ કે આચાર્ય પાસે જવાનું કોઈ કારણ રહેતું નથી, આમ મોટા ભાગે આ લોકો ગ્રાહક બનાવીને રાખે છે. આમ આવીજ રીતે બીજી અન્ય જગ્યાએ પણ છેતરાતા હોઈએ છીએ ત્યારે જાગવાની જવાબદારી પોતાનીજ બની જતી હોય છે, આવું મને સમજાય છે...n.Jasani 19122021
-
'હુ'થી ચાલુ કરી 'તુ'માં ભળી જવું એજ યાત્રા, એજ જીવન, એજ સફળતા, એજ મોક્ષ, એજ નિર્વાણ આવું મને સમજાય છે...n.jasani 17122021
-
મને કોઈ શબ્દ ન ગમતો હોય તો તે છે નિવૃત્તિ (રીટાયર્ડ) શબ્દ. આ શબ્દના ઓથારે જે વડીલો જીવન જીવી રહ્યા છે તે વડીલો ધરતી પરનો મોટામાં મોટો ભાર છે, એવું મારું માનવું છે. અને જે યુવાનો વડીલોને ગણતા જ નથી એની માટે આનાથી મોટું કોઈ નુકશાન પણ નહિ હોય. મકાન બનાવવું હશે તો જેમણે બનાવ્યું હશે એની સલાહ લેશું, આર્કિટેક રાખીશું, કન્સલટન રાખીશું પણ આપણું જીવન બનાવવા જે સહજ આપણી સામે છે, સાથે છે, જે જીવી ગયા છે એનો અનુભવ કે સલાહ લેવાની તેના પ્રત્યેની ફરજ નિભાવવાની ઓછા લોકોમાં સમજ હશે, આથી કેટલાય અનુભવો વૃદ્ધાશ્રમમાં કાટ ખાય છે અથવાતો એકલતા અનુભવે છે, આમ તેમ ભટકીને કે ઠેબા ખાઈને જીવન પસાર કરે છે..n.Jasani 16122021
-