એતો એને જોઈ આંખો ભરાણી, તને ગળે વળગવાનું કોણે કીધું હતું...
હર વાત ગમતી હર દિલને નમતી, તારી આવડતમાં તું અટવાણી, તને ગળે વળગવાનું કોણે કીધું હતું..
હાથ જોડી તું મનાવે, મારા ગુના તારામા ગણાવે, તોય તું જુનવાણી... તને સાવ આમ ગળે વળગવાનું કોણે કીધું હતું....
પાલવ તારો ખેંચુ બોવ તને પોતાની જાણી,આમ તને પણ ખબર ક્યાં કોના ઘરના ભરવા પાણી...તને ગળે વળગવાનું કોણે કીધું હતું...
વીત્યો વખત જાણે નદીઓ સુકાણી, તોય તું ના ભુલાણી ..
તને સાવ ગળે વળગવાનું કોણે કીધું હતું...
મસ્ત મુસાફિર ઘણો જુનવાણી, માયા આમજ મેલાણી..હવે તો કે તને ગળે વળગવાનું કોણે કીધું હતું..
-