मनkiआवाZ ❤   (Prarthana Amin)
249 Followers · 18 Following

My words is my introduction..
Joined 30 April 2020


My words is my introduction..
Joined 30 April 2020

हाँ मैं नारी हूँ,
अबला कहा जाता है, किंतु शक्ति का अवतार हूँ।
लक्ष्मी, सरस्वती और गौरी, काली भी साक्षात हूँ।

धैर्यशील अह्ल्या सी, उर्मिला का इन्तज़ार हूँ।
वात्सल्य में सुमित्रा जैसी, शांता सा बलिदान हूँ।

कभी मोमिता, कभी ग्रीष्मा और कभी 'छपाक' हूँ।
यूँ तो कहलाती हूँ दैवी, पर भ्रूण हत्या का शिकार हूँ।

मीरा सी हूँ निर्मल मैं, इन्दिरा सी चटटान हूँ।
सीता सी शालीन किंतु, द्रौपदी सा अंगार हूँ।

गंगा सी पवित्र किंतु, लोक-लाज का शिकार हूँ।
ममता में करुणा सागर, लक्ष्मीबाई की हुंकार हूँ।

उत्तरा सी मक्क्म, मैं युग परिवर्तन का आधार हूं।
कभी हूं किसी की 'कल्पना', और कभी 'किरण' जैसा इतिहास हूँ।

-


28 MAR 2024 AT 8:52

રંગી દે મને કેસુંડાના કુસુમની સુવાસથી,
રંગી દે મને પતંગિયાની પાંખોની છાપથી.

રંગી દે મને હોળીકાની જવાળાઓના તાપથી,
રંગી દે મને અર્જુનના ગાંડીવ ટંકારથી.

રંગી દે મને આદિત્યના અજવાશથી,
રંગી દે મને ગગનમાં ઉડતાં ગુલાલથી.

રંગી દે મને સંસ્કૃતિના સંતાપથી,
રંગી દે મને "वसुधैव कुटुंबकम"ના તાંતથી

રંગી દે મને ધરીત્રિના વિલાપથી,
રંગી દે મને માનવ બનવાના માર્ગથી.

રંગી દે મને કૌશલ્યાનંદનના દુલારથી,
રંગી દે મને રાધા-કૃષ્ણના સંગાથથી.

-


6 FEB 2024 AT 17:23

તિગ્માંશુનું તેજ કયાં બની શકાય છે?
'હું' માત્ર નાનકડી દિવડી બનવા ઇચ્છું છું.
દિવાકરની દિવ્યતાથી દંગ રહી જવાય છે,
છતાંય એને મારા દગમાં સમાઈ લેવાં ઈચ્છું છું.
કિરણમાલીના કિરણોથી વસુધા કંચન થઈ જાય છે,
'હું' એ કંચનનો નાનાકડો કણ બનવા ઇચ્છું છું.
ચિત્રભાનુ જેવું ચિત્ર રચવું અઘરું છે
'હું' એ ચિત્રના રંગનો છાંટો બનવા ઇચ્છું છું.
આદિત્યના અજવાશથી આંખો અંજાઈ જાય છે
એટલે જ સૂર્યાસ્તનાં બહાને સમી સાંજની સુંદરતા જોવાં ઇચ્છું છું.
ભાસ્કરની ભવ્યતા બનવું અશક્ય છે,
'હું' સૂર્યાસ્તની લાલીમા બનવા ઇચ્છું છું.
રત્નાકર તટનો સૂર્યાસ્ત તો ખાલી બહાનું છે,
'હું' નભ અને ધરાનું મિલન જોવાં ઇચ્છું છું.
અસ્તાચળ અને અર્કને આંબી ક્યાં શકાય છે?
'હું' વિદાય થતાં વિભાકરની વાતો સાંભળવા ઇચ્છું છું.
ભાનુ સાથે ભુતકાળ ભુલી,
રવિની રખેવાળીમાં રંજ ભુલી,
મરિચીથી મુગ્ધ થઈ,
'હું' 'મને' શોધવા ઇચ્છું છું.

-


6 FEB 2024 AT 17:19

અનેક રંગોથી રંગાયેલી હું છતાંય,
પ્રકૃતિનો રંગ મનને ભાવે છે.
પ્રતિબિંબ છલકાવતી ટાઇલ્સ કરતાં,
શિલાની સુંદરતા મને ફાવે છે.
સુંવાળા મલમલના સોફા કરતાં,
પત્થરનું આસન મને ફાવે છે.
કંઈક કેટલાય ધુમાડાઓથી ભરાયેલી હવા કરતાં,
શ્વાસમાં જતી ધુળ મને ફાવે છે.
ઉંચી ઉંચી ઇમારતોના મકાનો કરતાં,
સુરજના કિરણોથી શણગારાયેલા ઘર મને ફાવે છે.
જાતજાતનાં સુગંધિત દ્રવ્યો કરતાં,
ભીની માટીની સુગંધ મને ફાવે છે.
અવનવા સંગીતથી ઘેરાયેલી હું,
પણ પંખીઓનો કલરવ મને ફાવે છે.
ઍસી કુલરની ઠંડક કરતાં,
આ વડની શીતળતા મને ફાવે છે.
ભૌતિક સંસાધનોમાં ખોવાયેલા આ વિશ્વમાં,
આ વડની વડવાઇ મનને ભાવે છે.

-


28 JUN 2020 AT 9:23

જે હૈયે સમાયા હોય એ કદી નથી વિસરાતાં....
જેણે હૈયે ઘા દીધાં હોય એ પણ નથી ભૂલાતાં...

-


16 JAN 2022 AT 22:19

આજે લખતાં લખતાં પેન જરાક અટકી ગઈ
ને જાણે હું ભુતકાળમાં ખોવાઈ ગઈ
5 વર્ષ પહેલાંની એક રાત યાદ આવી ગઈ
જેનાથી મારા જીવનની પળ પળ બદલાઈ ગઈ
એ રાતે કોઈ ખાસ સાથે પહેલી મુલાકાત થઈ ગઈ
સાથે જ જીવનના નવા અધ્યાયની શરુઆત થઈ ગઈ
સમયની ગતિ સામે કદાચ હું હારી ગઈ
ને એક વ્યક્તિ મારું અણમોલ આભુષણ બની ગઈ
થોડાક સમયમાં તો સાત જન્મના સપનાંની હારમાળા રચાઈ ગઈ
એ પુરાં કરવાની રેસમાં હું પોતે ક્યાંક ખોવાઈ ગઈ
સાથે જીવવા મરવાની કસમો ય અપાઈ ગઈ
પણ આ અધ્યાયની અંતિમ ક્ષણો ગણાઈ ગઈ
એક મુલાકાતથી શરું કરી અકબંધ મુલાકાતો ય થઈ ગઈ
ને આજે એ જગ્યાઓ પર માત્ર અમારી છાયાઓ જ રહી ગઈ
એ મીઠી યાદોથી જાણે આજે હું વીંધાઈ ગઈ
ને આંખો આંસુઓથી છલકાઈ ગઈ
આજે લખતાં લખતાં પેન જરાક અટકી ગઈ
ને જાણે હું ભુતકાળમાં ખોવાઈ ગઈ
લખવા કંઈક બીજું ઇચ્છતી હતી
ને રચના કોઈક બીજી જ રચાઈ ગઈ

-


15 JAN 2022 AT 23:28

જીવનના આ કુસ્તી મેદાને
એક ત્યારે દ્વંદ રચાયું તુ.
એક શબ્દ માત્ર એનાથી
જાણે મોહિત થઈ જવાયું તુ.
ઘડીભરના એના સંગાથે
એક સ્વપ્ન નવું રચાયું તુ.
એ જ સ્વપ્નને જીવવા
એક વચન જાણે બંધાયું તુ.
વર્ષોના વહાણાં વાયા
સમયનું પૈડું ના થંભાંયુ તુ.
ને એક દિવસ જાણે કે
મન ભરાઈ આવ્યું તુ.
ને વગર વાંકે જાણે કે પુષ્પ
સબંધનું મુરઝાયુ તુ.

-


15 JAN 2022 AT 23:26

આ જીવન કેરા દરિયામાં
તું નાવ સરિખો મળી ગયો
મારી કશ્તીને બચાવવા
તું ખુદ હલેસુ બની ગયો
સાત સમન્દર ફરવાના
સ્વપ્ન ય દેખાડી ગયો
મારા જીવનની પળ પળમાં
છીપ મોતી સમા ભરતો ગયો
ને એક દિવસ જાણે કે
મને મધદરિયે મુકતો ગયો.

-


12 JAN 2022 AT 11:42


મન ઘણું પોકાર કરે છે
પણ એના આવવાની કોઈ આશ નથી
જો આશ જાગશે કદી મનમાં
તો સમજીશ એણેય મને યાદ કરી છે
પણ એક વાત તો નકકી છે
આશ જાગે કે ન જાગે
સ્મૃતિઓમાં એ જીવંત રહેશે
એ ફરી મળે ન મળે પણ એની
સુવાસ મારામાં અવિરત રહેશે
મારા અસ્તિત્વમાં એ
અમી છાંટા ભરતું રહેશે
એ હાલ ભલે પાસે નથી
પણ છેલ્લાં શ્વાસ સુધી સાથે રહેશે
ને મારા મનની રાજગાદી પર
માત્ર એનું જ રાજ રહેશે

-


12 JAN 2022 AT 11:39

જીવન તણા આ યુદ્ધમાં એ માણસ
મારી ઢાલ બનવા મથતું ગયું
ઢાલ બનતાં બનતાં
એ મારા ઘા થી જ પિન્ખાઈ થયું
ઘા થી થતાં હર દર્દને
એ મુજથી છુપાવતું રહ્યું
કેમ?? તો
એક ગેરસમજ થઈ'તી
એ દુર કરવાનું રહી ગયું

જીવનની આ દોડમાં
ઘણું પાછળ છૂટતું ગયું
બધું સંભાળવા ગઈ ત્યાં તો
પોતાનું કોઈ ખોવાઈ ગયું
પાછળ વળીને જોયું તો
મન એક ધબકારો ચુકી ગયું
કેમ? તો
એક ગેરસમજ થઈ'તી
એ દુર કરવાનું રહી ગયું.

-


Fetching मनkiआवाZ ❤ Quotes