Miral Patel   (Yuva Kavi)
23 Followers · 6 Following

Smile Is The Best Reason For Being Poet For Meeee
Joined 3 January 2019


Smile Is The Best Reason For Being Poet For Meeee
Joined 3 January 2019
17 MAY 2021 AT 20:35

તુ શું કરતી હોઈશ એ વિચારીને ગઝલ લખી
તારી મસ્તીને મઠારીને ગઝલ લખી

આજનો વરસાદ તો જાણે ભાવતું હતું ને વૈદ્યે કીધું
જોઈ મારા રૂમની બારીને ગઝલ લખી

નામ તારુ નહીં લખુ ક્યારેય મારા શબ્દોમાં
પણ તને મનથી આવકારીને ગઝલ લખી

મને અને મારી કલમને તુ સારી રીતે જાણે છે
એટલેજ તો તને ધારી ધારીને ગઝલ લખી

વ્યથાની આગ "યુવા કવિ" હજુ શમી નહોતી
મળી ગઈ એક ચિનગારીને પછી શું...??? ગઝલ લખી


-સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


17 APR 2021 AT 14:36

રામ નામ છે,
સાચું ઔષધ અહીં,
મટાડે રોગો.

-સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


17 APR 2021 AT 14:30

વિશ્વ હાઈકુ દિવસની શુભકામનાઓ...


પુનિત ખોળો
પ્રેમનો વખાર છે.
સદાયે લૂંટો!




-સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


15 APR 2021 AT 19:47

હે પ્રભુ...!!!

સ્થિતિ એવી કથળી છે કે શું કહું મારા હાલ...?
કેટલાય દિવસોથી કોરા નથી પડ્યાં મારા ગાલ...!

"પુનિત" પ્રાર્થના કરતાં જાણે "યુવા કવિ" રેડી દે છે શ્વાસ,
આખો પાલવ તો ઠીક પણ તારા છેડા નો તો કરવા દે રુમાલ...


-


6 DEC 2020 AT 16:45

(રાગ : જેના ઘર મા સદાયે કિલ્લોલ, કૃપા ઈશ્વરની...)

જેના ઘર મા દિકરીનો અવતાર, કૃપા ઈશ્વરની
સ્વયં અંબા છે તારણહાર, કૃપા ઈશ્વરની

આંગણાનો માનો એને તુલસી ક્યારો
એતો હેત નો વરસાવે અવિરત ધારો
પ્રભુએ આપેલ છે પુરસ્કાર, કૃપા ઈશ્વરની

એનો ભારતની ભોમ મા મોટો મહિમા
એની ગાથા તો લખતા ન આવે સીમા
એ તો કરુણા વરસાવે લગાતાર, કૃપા ઈશ્વરની

આ જગ મા છે દિકરી ના પુનિત વેશ
પાવન થાય છે માત પિતા ના એ નેસ
એને વંદન યુવા કવિ હજાર, કૃપા ઈશ્વરની

સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ )

-


14 OCT 2020 AT 14:39

મોં તારું છુપાવવાનો હવે વારો આવ્યો
ગરણા પેહરી મુખ પર ફરવાનો વારો આવ્યો

હદ વટાવી દીધી છે તે પાપ કરવા માં
ઓછા શ્વાસે ટક્વાનો અણસારો આવ્યો

મોજ હતી પુરાણી એ દિન હવે ભૂલી જવા
એક બીજા થી દૂર રહેવાના વ્યવહારો આવ્યો

કાળ ના મુખે કોળિયો થવાની તૈયારી છે
આ સમય શૈતાન બની અણધારો આવ્યો

મીઠું બોલી મુખેથી અંતર રાખે કાળું
કડવા ઉકાળા પી જવાનો ઉપચારો આવ્યો

સારા નરસા કામ તારા ફૂટી નીકળ્યા
કુદરત નહિ જોશે આમા કે બાળક આ બિચારો આવ્યો

પુનિત પ્રભુ ઉગારજો "યુવા કવિ" કહે કરગરી
વિનંતી કરતા આંખલડીથી આંસુડાંનો ધારો આવ્યો

સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


1 OCT 2020 AT 20:23

બેટી બચાવો બેટી પઢાવો ના નારા તો ગજાવ્યા
પણ આ શબ્દ ના અર્થને તો કચડી જ નાંખ્યા

લાજ એની ઢાંકવા આવ્યા હતા ખુદ મુરારી
તે પછી માનવ તે શીદ મેલી તારી ખુમારી

સ્ત્રી બચાવ હેતુ અહીં રામ બનાવે સેતુ
તે બાબતની કેમ કોઈ આજે ભાળ ન લેતુ

વસ્ત્ર ચુંથ્યા વાણી ચુંથ્યા ચુંથ્યા એના અસ્તિત્વ
મળી શી મહાનતા તમને વહાવી એનુ રક્ત

સમાજ તો હાથ ધરી બેઠુ જોઈ રહ્યું આ તોતિંગ
તુ પરાસ્ત કરી નહીં શકે આ મહાજાત સ્ત્રીલિંગ

તારી પરાક્રમી નો પરદાફાશ તને કોરટે દેશે જવાબ કુદરત
ઉડાડી છે નિંદર તાતની ચિંતામા હજુયે કરે છે અવગત

યુવા કવિ કહેતા આ લોકમા ફેલાવો બસ પુનિત ઉજાશ
જલાવાથી મીણબત્તીને નહીં ઉભી થાય આ લાશ...


સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


26 SEP 2020 AT 21:09

(કાવ્ય પ્રકાર : ગઝલ)

માળાના મણકામા ઈશ્વરને માણ
સમુદ્રી છીપ અસ્સલ દરિયાની જાણ

તૃપ્ત થઈ નૃત્ય કરે છે તરુવર
જ્યારે ઉગતા પરોઢના ભાણ

કોગટની ફીકર કોરોના ની કરવી
મેલ બધા તાણ લેવી ભજનની લ્હાણ

પૈસાને પદવી માની તારા પ્રાણ
બંધન માયાના ત્યજી કર પ્રભુથી જોડાણ

સદગુરુની છાયામાં સદાને કરવી મોજ
યુવા કવિને કરવુ પુનિત પંથે પ્રયાણ


સંત શ્રી પુનિત કૃપાથી
રચના : મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


20 AUG 2020 AT 19:33

બંજર ધરા પર અનરાધાર વરસ્યો
લાગણી ના વાદળ હેઠે મન ભરીને પલળ્યો

કલ્પના કેરા મેઘધનુષ ના સપ્ત રંગ વચ્ચે
કળા કરી કલમ રૂપી મોર થઈ નાચ્યો

ઉંચેરા આભમાંથી ટપકતા તુષાર આજે
વિજળીના મૌન હું વાંચી ના શક્યો

આબેહૂબ રચના તારી આ મૌસમની મોહકતા
અક્ષરે અક્ષર ઈશ્વરને દાદ દઈ રહ્યો

યુવા કવિને આનંદ આ પુનિત પગલે
માધવ નામ મા જીવ એનો મોહી ગયો


સંત શ્રી પુનિત કૃપાથી
રચના: મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)

-


4 JUL 2020 AT 20:21

આ દુનિયા સાલી અજીબ છે
લાગણી રાખનાર હંમેશા છેતરાય છે
અને છેતરનાર પર લાગણી રાખે છે...


- MR. Miral Patel (Yuva Kavi)😘

-


Fetching Miral Patel Quotes