તું મારી અંગત ડાયરી બનજે. .
જેમાં હું મનચાહ્યું લખી શકું,
દિલના રાઝ ખોલી શકું.
જેના દરેક પાનાં પર
મારા ધબકારની ગૂંજ ભરી શકું.
મારી કવિતાઓનો સાર બની,
મારા શબ્દોનો આધાર બની
મારા વિચારોનો અણસાર બની,
મારા જીવનમાં વણાઈ જજે
તું મારી અંગત ડાયરી બનજે. .
✍️ મયંક ધનેશા
-
😟ભવિષ્ય નુ હુ વિચારતો નથી😟
😍વતૅમાન મા હુ જીવુ છુ .....😍 ... read more
કોઈની લાગણીઓનો વરસાદ કાં તો,
કોઈના વિચારોના વંટોળનું શાબ્દિક
સ્વરૂપ એટલે કવિતા,
કોઈના જીવનની રહસ્યમય વાતો કાં તો,
કોઈના જીવનની ઉતાર ચઢાવની ઘટના એટલે કવિતા,
કોઈની લાગણીને ઢંઢોળવા લખાતા શબ્દો કાં તો,
ભરેલાં મનને કાગળ પર કંડારી
મન હલકું કરવું એટલે કવિતા,
કોઈકવાર એ જ શબ્દોને રટણ કરી
મન ભરાઈ આવતી એક રચના એટલે કવિતા.
✍️ મયંક ધનેશા
-
વખાણોના એ સુંદર દેખાતા પુલ નીચેથી જ
મતલબી નદી વહેતી હોય છે.
✍️ મયંક ધનેશા-
કરું નમન ઈશ્વર તને, કરું તુજ આદર સત્કાર
શબ્દ પડે ઓછા મને, આજે માનતા તારો આભાર;
દરેક રૂપમાં બન્યો સહાયક, બન્યું જીવન સાકાર
માનવ જન્મ આપ્યો મને, તારો લાખ લાખ ઉપકાર;
મળે સફળતા કે નિષ્ફળતા, કૃપા દ્રષ્ટિ તુજ હાથ
છૂટે ભલે સઘળું, પણ બની રહે જીવનમાં તારો સાથ;
અણમોલ સૌગાત સમ આપ્યો મુજને પરિવાર
સુખ સાધન આપ્યા સઘળા, પૂરો કર્યો મુજ સંસાર.
✍️ મયંક ધનેશા-
સાહેબ, કોઈ પણ વ્યક્તિને પસંદ કરો તો એવા વ્યક્તિને પસંદ કરો કે જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે,
બાકી પ્રભાવિત તો બધાને "મદારી" પણ કરે છે.
✍️ મયંક ધનેશા-
અહિં માણસનું કોઈ મહત્ત્વ નથી,
માણસનો સમય કેવો ચાલે છે એનું મહત્વ છે,
સમયનું પાલન અને તેનું કડક રીતે પાલન
સફળતાને સરળ બનાવી દે છે,
સમયને સમજવો સમજદારી છે પરંતુ,
સમયનું પાલન કરવું એ જવાબદારી છે !!
✍️ મયંક ધનેશા-
આયુષ્ય નામની Screen જ્યારે
Low Battery બતાવે અને
સગા-સબંધી નામક Charger મળે નહીં
ત્યારે એ સમયે Power Bank બનીને જે મદદ કરે
તેનું નામ "મિત્ર".
✍️ મયંક ધનેશા-
કુદરતની એક બક્ષિસ છે આ જીવન,
જેમાં દરેક પળે એક નવો ઉમંગ છે,
દરેકે ફૂલમાં એક અનોખું સ્મિત છે,
દરેક વૃક્ષમાં એક શીતળ આશરો છે,
દરેક નદીમાં એક ખળખળતું ગીત છે,
દરેક પર્વતમાળામાં એક દિવ્ય શક્તિ છે,
દરેક જીવાત્મા એક લાગણીમય મિત્ર છે,
દરેક પળે પળે એક શ્વાસ નવી બક્ષિસ છે.
✍️મયંક ધનેશા-
2024 ના વર્ષમાં ઘણું શીખ્યા,
સમય નથી, સમય નથી કહેનારા લોકોને
સમય વેડફતા જોયા છે,
સમયની પાછળ ભાગનારા લોકોને જ,
સમય બગાડી બેસતાં જોયા છે,
સમયની સાથે સમયાંતરે ચાલવાનું
ભાષણ આપનારા લોકોને જ સમય ચૂકતા જોયા છે,
અપના ટાઈમ આયેગા બોલનારા લોકોને,
અપના ટાઈમ ચલા ગયા એવું બોલતા પણ જોયા છે.
✍️ મયંક ધનેશા
-
सत्ता और पैसे अद्भुत स्रोत हैं,
अगर वह आपकी जेब तक सीमित रहें तो,
लेकिन अगर वो दोनों आपके दिमाग में घुस जाए तो वह आपकी क़ामयाबी का रास्ता बंद कर सकते है !
✍️ मयंक धनेशा
२०२५ आप सबके लिए बेहतरीन साल रहे ऐसी शुभकामनाएं 💐
-