ભીની-ભીની માટી ની સુગંધ, ઠંડો-ઠંડો વેહતો આ પવન
આકાશે ગરજે વાદળા...
ધીમો-ધીમો તો કદી મુશળધાર, સુરતમાં આવે વરસાદ..
શેહેર ભીંજાય આખું, મનડું મહેકાય મારું કેમ કરી કોરાં રેહવાય.!
પેહલો પ્રવાસ એ ડુમસ નાં દરીયા કિનારે થાય,
ગરમા-ગરમ ભજીયાં ની લાઇનમાં મોજ કરાય.
એક કટિંગ "ચા" ને બહાને દોસ્તોની મેહફિલ જમાય..
ટેન્શન ભૂલીને મસ્ત થઈ ને શેહેર આખું ફરાય...
રેડિયો નાં ગીતો સાથે ઝરમર વરસતો વરસાદ…
વહેતા પાણીમાં કાગળની હોડી મૂકી, બાળપણની યાદો તાજી થાય..
કેવો નશો આ મોસમનો દિલ ને મારાં ચડે..?
પેહલી નજર નાં પ્રેમમાં પડવા ની વાતો કરે...
આંખો મળે ક્યારેક, વાતોં કરે ક્યારેક, ક્યારેક તમાચા પણ ખાય…
ભીની લટો ની આંટીઘૂંટીમાં આ બિચારું ફસાય…
છતાં છત્રીએ ભીંજાવા ની આદતો આપણી ખરાબ..
પણ જો મળે કોઈ ને છત્રી ધરે તો પછી પ્રેમમાં કેમ નંઇ પડાય.!
-
ઝરમર વરસતો વરસાદ છે,
બંધ આંખોમાં તારા વિચાર છે.
બીજું તો શું હું માંગું ખુદાથી,
સપનાંમાં છે ભલે પણ તારો સાથ તો છે.
તારો-મારો છે પ્રેમ કંઈક એમ,
ધરતી અંબર ને ચાહે છે જેમ.
-
આ હસમુખા ચહેરા પાછળ કેટલું દુઃખ છુપાવી બેઠા છો?
એવું તે શું જાદું હતું તેની આંખોમાં, તેની વાતોમાં કે જાત ગુમાવી બેઠા છો.-
મારા મૌન ને મારું પતન સમજી દુનિયા હસી રહી છે,
પણ એના ઘોંઘાટમાં જિંદગી ચુપચાપ આગળ વધી રહી છે.
-
મનની મનમાં જ રહેશે જો વિચારશો કે કોઈ શું કહેશે?
કરો જે કરવુ છે મનને કે લોકો ને ફરિયાદ તો કાયમ રહેશે
પણ જો સફળ થશો જીવનમાં તો શું કોઈ કંઇક કહેવાને લાયક રહેશે?-
સપનાઓના શહેરની લટાર મારવા નીકળી રહ્યો છું,
તું મળે એની આશ લંઈ નીકળી રહ્યો છું.
તું તો સપનામાં પણ એકધારુ જોયા કરે છે મને ને હું શરમના મારે પીગળી રહ્યો છું.
-
आज वक्त़ बुरा है तो लोग बुरा बहुत कहेगें,
कल वक्त़ बदल जाएगा बुरे लोग भी अच्छा कहेगें।-
ફરીયાદ કરજે ભલે પણ ફરી યાદ કરજે,
ના જડે દુનિયામાં તને કોઈ તારું તો મને યાદ કરજે.-
સળગી રહયો છું અંદરો-અંદર,
તું થોડો વરસે તો અંતરની આગ બુઝાવ.
પણ જો તું જ ના સાંભળે મારો અવાજ વ્હાલા તો મારે કોણી પાસે જવું?
માન્ય છે તારું વરસાદ જેમ અનિયમિત આવવું,
પણ મોટેભાગે તું કરે વાતોનો દુષ્કાળ તો મારે સિંચાઈ શોધવા કયાં જવું?
વધારે નહીં ખાલી "મજામાં" એમ પુછીલે
"હું છું ને" એમ કહીં દે,
તો આ દુનિયા સામે લડી લઉં, કોઈક છે મારી પાછળ એના માટે જીવી જાઉં.-