"તું એટલે મારી શરૂઆત થી મારા અંત સુધી ની સફર."
તું એટલે મારી મનગમતી સફર ની શરૂઆત,
તું એટલે મારી એ જ મનગમતી સફર નું પૂર્ણવિરામ...☺
તું એટલે મારા મન નું ગમતું એક ગીત,
તું એટલે મારા હ્રદય માં રહેલું સંગીત...☺
તું એટલે મારા જીવન નો મલ્હાર,
તું એટલે મારી લાગણીઓ માં વહેતો સંચાર...☺
તું એટલે મારો અકબંધ રહેનાર ગર્વ,
તું એટલે મારા શબ્દો દ્વારા અવર્ણનીય ગૌરવ...☺
તું એટલે મારા શ્વાસ સાથે જોડાયેલું નામ,
તું એટલે મારી સમગ્ર દુનિયા નું પ્રથમ સ્થાન...☺
- મનીષા જમોડ-
" બસ ! કઈંક ખાસ રાખ "
-----------------
અંતર મા એક આશ રાખ ,
તારો અનોખો પ્રકાશ તો રાખ..
મગજ પર આટલો ભાર ન રાખ,
ઈશ્વર પર વિશ્વાસ તો રાખ !!!
બુધ્ધીરુપી તર્ક પર કાબુ રાખ,
એકવાર હૃદય પર હાથ તો રાખ..
વિચારો નો ઉત્પાત ન રાખ,
દિલ ને થોડી નિરાંત તો આપ !!!
ખુદ પર ભરોસો રાખ,
મન ને મક્કમ તો રાખ..
ચેહરા પર ઉજાસ રાખ,
સમય પર વિશ્વાસ તો રાખ !!!
કડવા શબ્દો પર લગામ રાખ,
લાગણીઓ નો ભાર તો માપ ..
વાત પર એટલુ વજન ન રાખ,
દરેક ના આદર ની દરકાર તો રાખ !!!
મન માં ક્યારેય અધુરપ ન રાખ ,
જીવન માં ક્યારેક મધુરપ ને તો રાખ ...
હાથ ની રેખા પર ભરોસો ન રાખ,
જાત ને પારખી ને જાત પર ભરોસો તો રાખ !!!
સમુદ્રરુપી જીવન માં મૌજાઓ ને માપ મા રાખ,
ખળ ખળ વેહતા ઝરણા જેવો એહસાસ તો રાખ !!!
સુરજ નું તેજ ખાસ છે,
ચન્દ્ર ની શીતળતા ખાસ છે..
તારુ પોતાનું પણ કાઇંક ખાસ રાખ,
તું પણ અન્ય કરતા એક અલગ ઓળખાણ રાખ !!!
કુદરત ની સુંદરતા ને માન આપ,
ઈશ્વર ની અનુભુતી ને આસપાસ રાખ ..
તારા અસ્તિત્વ ની બસ થોડી ઓળખાણ રાખ,
તુ તારુ પોતાનું એવું તો કાઇંક ખાસ રાખ...બસ ! કાઇંક ખાસ રાખ...
- મનિષા જમોડ
-