એક વાત એવી થય ગઇ, આખી રાત મજાની થઈ ગઈ,
મધ્ય બપોરનો તડકો જાણે ઢળતી સાંજ ગુલબી થઈ ગઈ.-
🕉️ आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
।। न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।।
... read more
વાત મારી કોઈ ઉધાર નથી,
તમારામાં કોઈ સુધાર નથી.
કે'વુ છે તમારે ઘણું બધુ,
પણ, મારી વાતનો કોઈ જવાબ નથી.
ને કોઈક દાડો તમે આપો જવાબ,
તો એ જવાબમાં મને લગાવ નથી.
છે તમારી પાસે ઘણા એવા દર્દો,
જેનો કોઈ પાસે ઈલાજ નથી.
ઈશ્વરે દીધેલું છે બધું આપને,
મુબારક, મારે કોઈ મિજાજ નથી.-
એક અજાણ્યા મુસાફર ને શું ખબર રસ્તો છે કેવો!
જાણે રચાયો જ છે તેના માટે એ આભાસ જેવો.
ભૂમિ પર તાજા પથરાયેલા ફૂલોની જેમ મળે છે તે'ઓ,
હોઈ સંગાથ ઘડીકના બે અલગ મંજીલના મુસાફર જેવો
આમ જ ન હોઈ! હશે કાઈક કુદરતનનો કરામત એવો,
જે બહારથી મન-મોહક લાગતો, અંદર કયામત જેવો.
જોનારને થશે ઈર્ષા એવી, ઈચ્છાઓ લઇ આવશે તે'ઓ,
આવશે જે આ રસ્તે તેને મળશે કોઈક 'એકાંત' જેવો.
- એકાંત (એક + અંત)
-
કેટલો ઘૂંટાયો હશે એક શબ્દ ઉતરવા ને કાગળ પર,
થાય હૃદયમાં શબ્દમંથન ત્યારે ઊતરે છે તે કાગળ પર.
અંદર વલોવાય છે ત્યારે નવનીત ઊતરે છે કાગળ પર,
પ્રસવપીડા માંથી પસાર થયને રચના જન્મે છે કાગળ પર.
લાગણની ઓટને દુર કરવા ભરતી આવે છે કાગળ પર,
જેના હિસાબ ગણિતમાં નથી તે લાખય છે કાગળ પર.
કવિના અનંત આયમોનું બ્રહ્માંડ રચાય છે કાગળ પર,
એક આવી જ રચના લખે છે 'એકાંત' આ કાગળ પર.
એકાંત (એક + અંત)-
એક મિત્રએ કીધું કે તમે કેમ કાઈ લખતા નથી,
તેના જવાબમાં આજે હું લખું છું.
ના જીતની લાલસા, ના હારનો ભય, ના કોઈ સ્પર્ધા
હું તો મારી મોજ લખું છું.
નથી મરીઝ કે નથી ઘાયલ, નથી કોઈ શાયદાનો સાદ
તેમ છતાં આજે બેફામ લખું છું.
બેરોજગાર ઉપનામને હટાવવાને દિનરાત દોડું છું,
હું રોજગારની આવતી કાલ લખું છું.
ધવલ મટીને હું કોઈ શૂન્યતામાં રચુ છું,
બધું ભૂલીને હું મારું 'એકાંત' લખું છું.
એકાંત (એક + અંત)-
થય જાય બધા જ નક્કી કરેલા કામો મારાથી,
બસ રજાઈની બહાર નીકળવા આળસ નડે છે.
વાવવાને સિદ્ધિઓનો પાક તૈયાર છે આ ભૂમી,
નકારાત્મક વિચારોના કાંટાળા બાવળ નડે છે.
જ્ઞાનથી ભરેલો અખૂટ સાગર ઉભો છે સામે,
ડૂબી જાવ હમણા જ, બસ આ કિનારો નડે છે.
નફરત ઘણી છે દુનિયામાં, હું પણ કરી લવ,
પણ 'એકાંત' ને આ પ્રેમનો એહસાસ નડે છે.
એકાંત (એક + અંત)-
हर कोई अपनी गति से चलता है, जबओ पीछे मुड़ के देखता है तो लगता है के अबतक जो किया सब गलत है अब आगे सही करेगा किन्तु अब जो ओ करने वाला है ओ सही है? किसी को नही पता क्या सही क्या गलत है लेकिन सब चल रहे है तमस से सत्वकी और कली से सत्यकी और, पोहचभी जाएंगे सब अपनी अपनी गति से ।
ए जो दुनिया है सब को खत्म करने से तमस चला जायेगा? इंसान के भीतर नुक्लेर ब्लास्ट करना होगा, अंदर के तमस को जलाने के लिए बलिदान करना पड़े गा ।
अहं ब्रह्मास्मि ।
- गुरुजी (सेक्रेड गेम में मरने के बाद कि आवज)
- एकांत (एक + अंत)-
જે રહી ગઈ હતી વાત અધૂરી યાદ છે તને?
આજ કરવાને તે વાત પુરી તું યાદ છે મને.
- એકાંત (એક + અંત)
-
શોધતો હતો હું તને, તું શોધતી હતી મને,
એકબીજાને શોધતા ગયા દૂર, આપણે બને.
- એકાંત (એક + અંત)-
ઊગિયું એક ગુલાબ કંટક બનીને, ઉતરી ગયું દિલમાં ખંજર બનીને,
વેંદના પણ કેવી જાણી-અજાણી, વહીયું લોહી શબ્દો બનીને.
એકાંત (એક + અંત)-