मेथिका चन्द्रशूरश्च कालाऽजाजी यवानिका ।
एतच्चतुष्टयं युक्तं चतुर्बीजमिति स्मृतम् ।।८८।।
तच्चूर्णं भक्षितं नित्यं निहन्ति पवनामयम् ।
अजीर्णं शूलमाध्मानं पार्श्वशूलं कटिव्यथाम् ।।८९।।-
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥-
ફરક પડે છે જીતથી હારની પરવા નથી,
કુણી કૂંપળો તરુની વસંતમાં ખરવા નથી !
ખાટીમીઠી યાદો ભરી લે થોડી તારા જીવનની,
દિલ આ ખોબા જેવડું જુના જખ્મો ભરવા નથી !
સાચવીને શું કરીશ ! ભૂંસી દે ભૂતકાળ તારો ,
સાવ ટૂંકી છે જિંદગી સો મોતથી મરવા નથી !
ભીતર કેરાં ભેરુને કાયર સમજે કાચબા !
ઔષધ આખા જગમાં એ વ્યાધિને હરવા નથી.
જાણ કરીજો ખુદને હજુ ખુદથી અજાણ છો,
ભૂલી ગયો છું, યાદ રાખ સૂરજ ઠરવા નથી !-
શું ખબર ફરીથી એ મળે કે ના મળે,
મળી પણ જાય છતાં કળે કે ના કળે !
રહે જે સદાબહાર દૂર ખૂશીઓથી,
દુઃખના દિવસોમાં એ ભળે કે ના ભળે !
બની બેઠાં છે જે અજાણ મારા મૌનથી,
લાગણીઓ ઉરની એ ગળે કે ના ગળે.
મૂકામ નાખ્યું છે મેં મારુ મધદરિયે,
ભલે હવે એ તોફાન ટળે કે ના ટળે !
હનન કરી નાખ્યાં પછી અજવાશનું,
ફરક શું પડે રાત ઢળે કે ના ઢળે !-
ખાધા અપથ્ય આહારો રોગ ઘણાંય લાવશે,
પ્રમેહ, ચરબી, ચિંતા ખાત તારી ઉઠાવશે.
સૂર્યને નમ જાગીને સ્ફૂર્તિ કાયમ આપશે,
ત્રિકોણાસન જિદ્દી છે, એ તારા પગ ચાંપશે.
શીતકારી સદા સારી તૃષ્ણા સૌની દબાવશે,
કરો કુંભક રોજે તો શ્વાસ રોગ શમાવશે.
બધાં તણાવને તાણી ભ્રામરી પ્રીતિ લાવશે,
હશે ત્રાટક ચર્યામાં એના લોચન ફાવશે.
કસુવાવડ રોકીને, કષ્ટ બધાય કાપશે;
શ્રેષ્ઠ સંતતિ આ જન્મે ગોમુખાસન આપશે.
પેટનો અપચો તારો વજ્રાસન પચાવશે,
ભુજંગાસન ફૂંકીને અગ્નિ તારી ધપાવશે.
અંતઃસ્ત્રાવતણાં રોગો સર્વાંગાસન ટાળશે,
આત્મઘાત કરે એવા હીન વિચાર બાળશે.
યોગ ચલણમાં જ્યારે બધા માનવ લાવશે,
સ્વસ્થ પેઢી નવી સારી એના થકી જ આવશે.-
ફરી એ રાત આવશે,
ફરી એ વાત આવશે;
ફરી એ જ્ઞાત આવશે,
ફરી એ કાત આવશે.
ફરી એ પાત આવશે,
ફરી એ માત આવશે;
ફરી એ ઘાત આવશે,
ફરી એ ખાત આવશે.
ફરી એ હાત આવશે,
ફરી એ શાત આવશે ?
-