તું આવ્યો હતો એકલો
અને જવાનો પણ એકલો
ભલેને તારે પૈસા હોય અપાર
ઘરમાં ભલેને હોય મોટર બે ચાર
ભલેને તારે મિત્રો હોય દસ બાર
ભલેને તારે ઘેર હોય સુઘડ નાર
પ્રભુને ત્યાંથી આવશે જ્યારે તાર
ત્યારે અહીથી જતા નહિ લાગે વાર
ભલેને તારે હોય મોટો કારોબાર
ભલેને ઘરમાં હોય ચાકર બે ચાર
તેડાં આવે પ્રભુના પછી નો લાગે વાર
છોડી જવાનું છે પદ પ્રતિષ્ઠા ને પરિવાર.
ધીમે ધીમે માથેથી ઓછો કરજે ભાર.
ભલેને તને પરિવાર થી પ્રેમ હોય અપાર.
છેલ્લે. તો તને ખંભા મળશે માત્ર ચાર.
સાથે નહિ આવે કોઈ નાર કે ભરથાર
લખતાં લખતાં અમે કરીએ છે વિચાર
બાકી આતો સંસાર છે અસાર
ભાઈ શા માટે કરવી તકરાર
રાખજે બધાથી પ્રેમ અને પ્યાર-
વખાણે મલકવું નહીં,
અને
નિંદા એ ડરવું નહીં.
બંને આત્મચિંતનની પળ છે,
તે કોઈ દિવસ ભૂલવું નહીં. !!
-
इंसान के जीवन में
धन की विरासत की कोई गारंटी नहीं है
कि इससे सुख मिलेगा या नहीं,
पर हा,
संस्कार की विरासत
आपको जरूर सुखी बनाती है ।-
જેણે ગરીબી અને બેરોજગારી જોયેલી છે
તેને કોઈ સાધુ સંતો, પ.પુ.,ધ.ધુ કે
મોટીવેશનલ સ્પીકરની
જરૂર ક્યારેય રહેતી નથી.
કારણ કે,
તે તમામ પરિસ્થિતિથી
વાકેફ હોય છે.
-
વાતો કરવા આવો વહાલા!
સ્નેહ વધરવા આવો વહાલા!
આ જગતની ઝાઝી-થોડી,
છોડી પરવા, આવો વહાલા!
મોહ સઘળા, બોધ સઘળા!
મેલી તરવા, આવો વહાલા!
જગના બંધન ભૂલી ગાશું
પ્રેમથી વહાલ કરવા આવો વહાલા!
જગનાં લોકો કરતાં છોને!
કાન સરવા, આવો વહાલા!-
જીવવાની મજા તો ત્યારે આવે,
જ્યારે તમને ખબર હોય કે,
લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,
તેમ છતાં,
તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો.-
માનવને કોઈ નામથી જાણે છે ,
કોઈ કામથી જાણે છે ,
કોઈ તેના સ્વાર્થ પૂરતો,
તો કોઈ તેની પાસે રહેલ અર્થથી(રૂપિયા) જાણે છે.
પરંતુ એક ઇશ્વર જ એવા છે કે
જે સૌને એના કર્મથી જ જાણે છે.-
કોઈ પણ વાત માં જો તમે સાચા છો,
તો ગુસ્સે થવાની જરૂર નથી.
અને જો તમે ખોટા છો
તો ગુસ્સે થવાનો
તમને અધિકાર નથી.-
કોઈ ભૂલી જાય તો ગભરાશો નહી..
જ્યારે તમારૂં કામ પડશે એજ શોધી કાઢશે.
તમે બસ વહેતા પાણી ની જેમ વહેતા જાવ
કચરો આપ મેળે કિનારે થતો જશે...-
|| सा विद्या या विमुक्तये ||
आत्मा का ज्ञान विद्या है ।
अहम और ब्रह्म को देखने का
भेद सिखाती है,
वह विद्या है ।
पीड़ाओं, दुखो, बंधनों, अज्ञान,
प्रतियोगिता, भ्रम और अभ्रम की
कल्पना से मुक्ति दिलाती है,
वह विद्या है।
विद्या एक दृष्टि है ।
जो तुम और मैं से मुक्ति दिलाती है ।
आत्मा को परमात्मा से मिलाने का
कार्य विद्या करती है ।-