જો કેહતા હોવ તો વયો જાવ, પાણી ના વહેણ માં,
જો લહેરો મને પાછો લઇ આવે તો કેહતા નઈ.
લઇ જાવ પાછી લગણિયો મારી, ના ગમતી હોય તમને તો,
મારી યાદ જો તમને મને પાછો બોલાવે, તો કેહતા નઈ.
કહી દઉ જમણી ને ડાબી અને ડાબી ને જમણી,
જો તમે મારા વિલાપ માં દિશાહીન થઈ જાવ, તો પછી કેહતા નઈ.
રિસામણા માં, સામે જોયા વગર, શબ્દ કઈ બોલ્યા વગર,
ગુસ્સો તમારો બરફ સમાન છે, તેની મને જાણ છે.
પણ મારા સ્મિત ની હૂંફ થી, તમારો જો ગુસ્સો ઓગળી જાય, તો પછી મને કેહતા નઈ.
-