સમય પડ્યે સઘળું છોડીને , સિંહ સમી જે ત્રાડ પાડી લે,
હોય સવારે એવો સાંજે એ માણસને તું વાંચી લે ..
આ વાદળ પણ ભર ઉનાળે નમી ગયું લે ,
વરસવું કે તરસવું એની વેદના પણ હવે વાંચી લે..
હું લખવા બેસું ને તરત આ કલમ થરથરે લે !
ઉઘાડા શબ્દમાં પણ વાત છાની હવે વાંચી લે...-
ક્યારેક સપનાઓમાં જેટલું સુખ મળે એટલું હકીકતમાંથી નથી મળતું હોતું ,
ક્યારેક અફવાઓ સમાચાર કરતાં વધુ આનંદદાયક હોય છે..!-
મહાત્મા ગાંધીજી - જેઓ સત્ય અને અહિંસા માટે જીવ્યા હતા અને એના માટે જ મૃત્યુ પામ્યા હતા !
ગાંધીજીની હત્યાને બહાને જ્યાં જુઓ ત્યાં રોષ હતો , આક્રોશ હતો અને અંધાધૂંધી હતી..સહુથી વધુ કમકમાટીભર્યા હુમલાઓ સાંગલી, કોલ્હાપુર, અને મીરજ જેવાં શહેરોમાં બનવા પામ્યા..એક જગ્યાએ એક પુરા પરિવારને મારી નાખવામાં આવ્યો.એક વૃદ્ધ , એનો યુવાન પુત્ર અને નાનો પૌત્ર અને ઘરની તમામ સ્ત્રીઓ ; આ બધાને રહેંસી નાખવામાં આવ્યાં. એમનો વાંક શો હતો ? માત્ર એટલો જ કે એ પરિવારની અટક ગોડસે હતી.એમનો નથુરામ ગોડસે સાથે અટકના સામ્યને બાદ કરતાં બીજો કશો યે,નાહવા-નિચોવાનો પણ સંબંધ ન હતો.
જોવાની ખૂબી એ છે કે આ નિર્દોષ માણસોને લોહીના તળાવમાં સુવાડી દેનારું ટોળું પોતાને ગાંધીભક્ત અને ગાંધીજીના અનુયાયીઓ તરીકે ઓળખાવતું હતું...!-
જીવનમાં એકબીજા સાથે ભળીને હળવા થવાના સંબંધો હશે ત્યાં સુધી વાંધો નથી પણ જો એકબીજાનું બધું જાણી લઈને દીવાસળી મૂકી મજા લેવાની આદત પડી જશે તો જીવનના ધુમાડા થશે...
-
આપણા સૌના જીવનમાં નડતરરૂપ પડતર પ્રશ્નોનું ચણતર થાય અને પારિવારિક જ્યોત ઉજવાતી રહે તેવી આ પડતર દિવસની હાર્દિક શુભકામનાઓ..💝🎁🎊
-
માત્ર એના આવવાની એક અટકળ ઉપર,
મનડું ભીંજાયું કૈંક વાદળીઓની ફરફર વગર...
-
વા છે વાદળા છે ને વાવડે ય છે વરસાદ જેવું કંઈ નહીં
માલ છે માણા છે ને મકાન છે માણવા જેવું કંઈ નહીં
વાઘા છે વાજિંત્રોનું વાદન ને વિવાદો છે અવસર જેવું કંઈ નહીં
સપના છે ને સાજણનો શણગારેય છે , સંગાથ જેવું કંઈ નહીં..
-