19 JUN 2019 AT 16:25

હું ગઝલ લખતી હોઉ ને અનુભવાય
એ જ બસ મને ગમતી ખુશ્બુ
હું જરીક અમથું હસું ને શરમાય
એ જ બસ મને ગમતી ખુશ્બુ
હું આંખ બંધ કરું ને સંભળાય
એ જ બસ મને ગમતી ખુશ્બુ
એકલી હું હોતી જ નથી કદી
હું જ્યાં છું ત્યાં મને બધે દેખાય
એ જ બસ મને ગમતી ખુશ્બુ.
P. K...

- Dobrener ni duniya