થોડો સમય કાઢી ને આવજે
યાદો નો થોડો ખજાનો કાઢવો છે
જૂના થોડા સંબંધો યાદ કરવા છે
એ જૂના ઘર અને શેરી ને યાદ કરવી છે
નાનપણ માં એ નાના નાના ડગલાં યાદ કરવા છે
પેહલા ના એ દિવસો મિત્રો સાથે ની વાતો
ભાઈ બહેન સાથે ની મસ્તી વાતો કરી ને જીવવી છે
અત્યાર ની આ ભાગદોડ માં,
થોડો સમય કાઢજે
નવરાશ ની થોડી લઈ ને તો આવજે
-