Ketan Patel   (અલખ)
292 Followers · 581 Following

read more
Joined 3 January 2019


read more
Joined 3 January 2019
8 MAR 2024 AT 11:57

સ્ત્રી માટે પુરુષ સમોવડી શબ્દ જ ખોટો છે.
દરેક ક્ષેત્રમાં પુરુષ તેનાથી એક ડગલું તો પાછળ છે.

ખાલી શબ્દોની જ વાત કરીએ તો...
- she માં he સમાયેલ છે
- Woman માં man સમાયેલ છે
- नारी માં नर સમાયેલ છે
- નારાયણીમાં નારાયણ સમાવિષ્ટ છે

- સ્ત્રીઓના તહેવારો વધુ
- સ્ત્રીઓની લાગણી વધુ
- સ્ત્રીઓની સહન શક્તિ વધુ

અરે યાર બીજું શું કહું...
...આપણને ગાળ પણ એ જ વધુ આકરી લાગે છે કે,
જે આપણા નારીસગપણને સંબોધીને આપેલ હોય.

આજે મારે નારીને અધમ માનતા નમૂનાઓને કહેવું છે કે,
" જો તમારામાં ત્રેવડ હોય તો...
એક વખત પોતાના જીવનને સ્ત્રીપાત્ર વગરનું કલ્પી જુઓ...!!"
#अंतरराष्ट्रीय महिला दिवस की शुभकामनाएं
#internationalwomensday

-


4 JUN 2023 AT 9:02

તારી યાદ પણ કોલેજની AT-KT જેવી છે,

હજી એક પતી ના હોય ત્યાં બીજી આવી જાય છે.!!

-


2 JUN 2023 AT 17:48

રસ્તે મળી જાય પ્રેમ, તો આજે પૂછી લેવું છે,
મારા હૃદયનું આંગણું તારે ભાડે લેવું છે ?

-


1 JUN 2023 AT 14:08

એક પુરુષની આંખમાં બેસેલું ઝળહળીયુ

સ્ત્રીના બારે મેઘ કરતા વધુ ભીનું હોય છે.

-


31 MAY 2023 AT 11:24

કડવું સત્ય છે અનુભવો લોકો ના અને મેં જોયેલું છે.

હાથ પીળા કરીને સાથે લઈ જવા વાળો પુરુષ,મોઢુ કાળુ કરીને છોડી જનાર પ્રેમી કે પ્રેમિકા કરતા લાખ ગણો સારો હોય છે.

-


27 MAY 2023 AT 0:38

ગરીબી પુરુષના કપડાં ઉતારે છે જયારે અમીરી સ્ત્રીના.

-


27 MAY 2023 AT 0:36

મોટાભાગ ના પુરુષો દરેક સ્ત્રીમાં ગર્લફ્રેન્ડ
શોધતાં હોય છે.

પછી ગર્લફ્રેન્ડ માં વાઈફ શોધે છે..

વાઈફ મળી જાય પછી પાછુ બીજી
ગર્લફ્રેન્ડ શોધે છે.

-


26 MAY 2023 AT 19:39

લાગણીના રોકાણમાં ભાવનાઓ જોવાય, સંભાવનાઓ નહીં.

-


26 MAY 2023 AT 0:04

કોઈએ પૂછ્યું બીજી વાર પ્રેમ થાય ?
મેં પણ ફક્ત એટલું જ પુછ્યું કે,

માટલું ફુટ્યા પછી નવું લાવો છો કે પાણી જ પીવાનું બંધ કરીદો છો ?

-


24 MAY 2023 AT 17:26

સ્ત્રી એટલે, બુદ્ધિ થી વિચારો તો સમજ બહાર નું વ્યકિતત્વ,
અને પ્રેમ થી વિચારો તો સાવ સરળ પ્રેમાળ અસ્તિત્વ !

-


Fetching Ketan Patel Quotes