Kashish Gadhvi   (Kashish gadhvi)
106 Followers · 43 Following

I write to Express not to impress ✍🏻❤..
Instagram :- @thesilentwordz
"गार्गी"
Joined 20 March 2020


I write to Express not to impress ✍🏻❤..
Instagram :- @thesilentwordz
"गार्गी"
Joined 20 March 2020
30 MAY 2021 AT 19:27

તારી આંખોની 'કશિશ' મારી આંખો એ રીતે મળી, કે હવે કેફ પણ હોઠે ચડતા નથી..

-


18 APR 2021 AT 21:48

ના ચાહવાથી, ના કહેવાથી, વિશ્વાસ ફક્ત જન્મે છે અઢળક યત્નોથી...
એક વાર તૂટવાથી, ફરી એ જ વિશ્વાસ આવતો નથી ગમે એટલા પ્રયત્નોથી...

-


13 APR 2021 AT 16:36


મારો મોહ ક્યાં મોટો છે?
હું તો બસ કોઈને યાદ કરવા માંગુ છું .

મારી ઈચ્છાઓ ક્યાં ખોટી છે?
હું તો બસ કોઈનો સાથ માંગુ છું.

મારો પ્રેમ પણ ક્યાં ખોટો છે?
હું તો બસ કોઈને પોતાનું બનાવવા માંગુ છું

મારો સ્નેહ ક્યાં મોટો છે?
હું તો ખુદને ભૂલી ખુદાથી એને માંગુ છું.

મારું જીવન એ ક્યાં મોટુ છે?
હું તો એના વિરહથી પ્રત્યેક્ષ ક્ષણે મૃત્યુ પામું છું.

મારો મારો મોહ ક્યાં મોટો છે?
હું તો બસ કોઈને યાદ કરવા માંગુ છું .

-


21 MAR 2021 AT 13:47

ક:- કળા જેનાથી એક વિચારને
વિ :- વિસ્તારી તેનું મૂલ્ય સમજાવવા
તા :- તાલ સાથે શિસ્તનો ઉપયોગ થવો,
એટલે "કવિતા"

-


21 MAR 2021 AT 13:35

શ્રુષ્ટિ...

આજે આ શ્રુષ્ટિ નિરાશ છે,
કારણ કે તેના પર દુરગુણોનો વાસ છે..
દરેક ઘરમાં અશાંતિનો રાજ છે,
કારણ કે ઘરમાં મતભેદનો નિવાસ છે...
જીવનમાં પીડાનો દબદબો ખાસ છે,
કારણ કે હૃદયમાં માનવતાને કારાવાસ છે..
એટલે જ આજે આ શ્રુષ્ટિ નિરાશ છે!

-


28 JAN 2021 AT 14:03

"ગૃહિણી"...

ગુજરાતી ભાષા ની સુંદરતા આ એક શબ્દમાં ભરપૂર છલકાય છે.
"ગૃહિણી" એટલે 'ગૃહ જેનું રૂણી છે'.
કોઈએ ખૂબ સુંદર કહ્યું છે કે,
'એક ઘઉંના દાણા ને જમીન માં સડવું પડે, તેના પછી જ બીજા દાણા ઉગી શકે.' તેવી જ રીતે ઘરના લોકો ને આગળ વધારવા, હર ક્ષણે નવું જીવન આપવા ઘઉંના દાણાની જેમ ગૃહિણીને પણ સંઘર્ષો સેહન કરવા પડે છે...

-


15 DEC 2020 AT 16:47

મારાં વિચારોમાં સ્મરણ તમારું,
દરેક વાતો માં રટણ તમારું,
બધાજ સબંધોમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રણય તમારું,
જીવનમાં ઉમંગ વધી જાય, એટલે હું સમજું કે એનું કારણ છે હોવું તમારું....

-


8 DEC 2020 AT 22:25

તું....

મારા માટે રાત્રી નું છેલ્લું વિચાર છે તું ,
અને પરોઢનું સ્વપ્ન પણ તું જ...

મનમાં રહી ગુલાબની જેમ ખીલ્યા કરે તું ,
અને હકીકતના કાંટા બની મનને દાજ્યા પણ કરે તું જ..

મારા માટે કોઈ વાર વસંતની સુવર્ણ સવાર તું,
અને કોઈ વાર મન દુભાવતું પાનખર નું પ્રભાવ પણ તું જ. .

-


20 NOV 2020 AT 22:10

કનૈયા તારી યાદ આવે છે...

કનૈયા તારી નટખટ લીલાઓ યાદ કરી,
કોઈ દિલ થી હસતું તો કોઈની આંખો ભીંજાતી દેખાય છે..
તરસી ગયા છે કાન હવે,
પણ એ વાંહળી ના મીઠાં સુર ક્યાં સંભળાય છે?
માખણ-મિસરી તારી વાટ જુવે છે,
પણ તને તો હવે બસ છપ્પન ભોગ જ સોહાય છે ..
તૈયાર છે સૌ કોઈ થનગનવા ફરી એ તાલ પર ,
પણ એ વનમાં ક્યાં હવે રાસ થાય છે ?
હવે તો બસ તને યાદ કરવાથી જ કનૈયા,
મારું મન એકલવાયું જ મલકાય છે,
કાના તારા ન હોવા થી મને આ ગોકુળ લુપ્ત થતું દેખાય છે,
પ્રત્યેક ક્ષણે કનૈયા મને તો તારી જ યાદ આવે છે....

-


14 NOV 2020 AT 18:48

ढेर सारी उम्मीदें तुमसे लगाकर दिल अपना एक बक्से में रखा था, पता न चला वो बक्सा तुम्हारी ही गलियों में क्यों छुट गया...

वो बक्सा मिला तो तुम्हें ही, पर पता नहीं वह कम्बख़्त कोनसी वजह थी जिससे तुमसे ही सब टूट गया ...

-


Fetching Kashish Gadhvi Quotes