લાગણીઓને સાવચેતીથી સળગાવી હશે,
છાતીએ પથ્થર મૂકી દીકરીને વળાવી હશે.
શૈશવમાં ખબર જ નહોતી એની વ્યાખ્યા,
મુસીબતોને સિફતથી માએ સંતાડી હશે.
પરદેશમાં ને પત્નીનું શબ વતનના ઘરમાં,
સંગ્રહેલી યાદોને જ ગળે વળગાડી હશે.
આંસુથી ભીંજાતા કાગળો ને ધ્રૂજતાં હાથ,
ખૂબ દર્દથી યાદોને ગઝલમાં મઠારી હશે.
ભીતર આંસુ ને અન્યોના ચેહરા પર ખુશી,
કલાકારે કેવી અદાથી મેદની હસાવી હશે !
સફેદ વસ્ત્રો ને માત્ર એક જ છતનું રજવાડું !
શહીદને શી રીતે માએ આપી સલામી હશે?
ડૂબી રહેલા દીકરાએ કિનારે પરિવારને જોઈને,
આંખમાં પાણી સાથે અંતિમ આંખો ઢાળી હશે.
'સાગર' બળીને રાખ થઈ ગયા એના સપનાઓ,
નાનીવયે જેણે બાપની લાશને દફનાવી હશે !-
karad yash
32 Followers · 11 Following
I'm study in Archeological survey of India History with English
Joined 20 December 2019
28 JUL 2022 AT 21:30
5 JAN 2020 AT 18:59
Politicians and diapers must be changed often, and for the same reason.
-
5 JAN 2020 AT 12:54
Chains of habit are too light to be felt until they are too heavy to be broken.
-
28 DEC 2019 AT 11:06
પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે....
એટલે જ
એક કબાટમાં સચવાય છે અને
બીજુ પસ્તીમાં વેચાય છે....!!-