ધરા ને આકાશ મળે, એથી રૂડું શું?
ચાતક ને વર્ષા મળે, એથી રૂડું શું?
તરસી ધરતી ને જળ મળે, એથી રૂડું શું?
ઝરણાં મળે નદી બને, એથી રૂડું શું?
પુષ્પ અંગોમાં ફોરમ ભળે, એથી રૂડું શું?
ચંદ્ર ને ચકોર મળે, એથી રૂડું શું?
સમીર સંગે સુગંધ વહે, એથી રૂડું શું?
લહેરોમાં લહેર ભળે, એથી રૂડું શું?
સાગર ને સરીતા મળે, એથી રૂડું શું?
રૂઠ્યા ને રિઝ્યુ મળે, એથી રૂડું શું?
જેણે ઇચ્છ્યું જે તે મળે, એથી રૂડું શું?-
Nature my love
"Written with pen dipped in heart"
પ્રાપ્તિ એ પર... read more
મારી ભીતર ભિષણ જંગ સજનવા
ભીતર ભિષણ જંગ.
ડંસે જાણે ભૂજંગ સજનવા
ડંસે જાણે ભૂજંગ.
મેંતો છૂટો મૂક્યો ખંગ સજનવા
છૂટો મૂક્યો ખંગ.
આતે ચડ્યો કેવો તારો રંગ સજનવા
ચડ્યો કેવો તારો રંગ.
એનો નશો ચડ્યો અંગે અંગ સજનવા
નશો ચડ્યો અંગે અંગ.
ફરી આવે ના આવો પ્રસંગ સજનવા
આવે ના આવો પ્રસંગ.
એને માણી લે મુજ સંગ સજનવા
માણી લે મુજબ સંગ.-
આખું ઉપવન સૂનું ભાસે છે,
તારા ગયા પછી.
મન પણ ક્યાં લાગે છે હવે,
તારા ગયા પછી.
તું યાદ આવે 'ને અશ્રુ વહી જાય છે,
જીવ દિવસ-રાત જાગે છે,
તારા ગયા પછી.
કોઈ સ્મિત વેરીને બોલાવે મને
તોયે ઘણું છે હવે.
મન બીજું કશું ક્યાં માંગે છે,
તારા ગયા પછી.
ચહેરો તારો ચોમેર દેખાય છે
કોરી એકલતા વચ્ચે.
'ને કાંટા વિરહતણા વાગે છે
તારા ગયા પછી.
રોજ રમાડે છે દુનિયા મને
'ને હું વિવશ બની જાઉં છું.
ચિત્ત ભટકે છે, ભાગે છે.
એક તારા ગયા પછી.
- अज्ञात-
लाखों कांटे हो अपनी राहों में।
ज़िन्दगी यूंही खिलती रहे,
जैसे गुल खिलते हैं बागबानों में।
खुशियां कसके जकड़ ले
आपकों, अपनी बाहों में।
आपकी खुशियों का जहां आबाद हो।
गुलों में गुलराज ''गुलाब" दिन की
आपकों ढेरों शुभकामनाएं-