પુસ્તક
દુનિયામાં મોંઘેરી જણસ છે પુસ્તક
પામો તો આખી, દુનિયા છે પુસ્તક.
માણો, તો ભરપૂર ખજાનો હા જ્ઞાનનો,
ન જાણો તો માત્ર, કાગળ છે પુસ્તક.
જોને ! જમાનો આવ્યો ગૂગલનો
ખૂણામાં રિસાઈને બેઠું છે પુસ્તક.
સાહિત્યકારોની દિલની અમીરીનો
છૂટોછવાયો વરસાદ છે પુસ્તક.
ઉર્મિઓ ઘૂંટીને સરેલા શબ્દોનો
ભાવથી વહેંચેલો, પ્રસાદ છે પુસ્તક.
ગાગરમાં સાગરને હોંશે ભરવાનો
શ્રદ્ધાથી કરેલ પ્રયાસ છે પુસ્તક.
સ્વાર્થી ને મતલબી ફાની દુનિયાનો
નિઃસ્વાર્થ ને સાચો સાથી છે પુસ્તક.
કલ્પન,સ્પંદન, મોજીલા તરંગોનો
નશ્વર અક્ષરદેહ છે પુસ્તક.-
મોં પર સાચું બોલનાર અને લડનાર માણસથી ક્યારેય નુકસાન નથી કે ડરવાની જરૂર નથી, પણ પડદા પાછળ રહીને ખેલ કરનારથી હંમેશા ચેતજો.
-
જીવનસાથી
ફોન કરી પૂછે,તકલીફ નથીને?
પછી કહે,પહોંચીને કરજે તું ફોન, એ જીવનસાથી.
ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાય ત્યાં,
મન મૂકીને પ્રેમથી વરસે, એ જીવનસાથી.
બીમાર પડું, તો ખડકે આખું દવાખાનું,
પછી માનતાનો દોર થાય શરૂ, એ જીવનસાથી.
ફરમાઈશ થતાંજ ,થઈ જાય ઝટ પૂરી,
મોજ કરને!હું છું ને?કહે એ જીવનસાથી.
કડવા ને મીઠા,ઝઘડા તો રોજ થાય,
પણ તારા વગર ગમતું નથી, કહે એ જીવનસાથી.-
બાળગીત
મારે આંગણિયે કબૂતર ચણવા આવે,
મારે આંગણિયે ચક્લી ને કાબર આવે,
રોજ સાંજે વાંદરા હુપ હુપ કરે..(૨).. મારે
મારે આંગણિયે કોયલ ટહુકા કરે,
મારે આંગણિયે કાગડો ને બુલબુલ આવે,
રોજ સાંજે કૂતરા ભાઉ ભાઉ કરે..(૨).. મારે
મારે આંગણિયે મોરલો કળા કરે,
મારે આંગણિયે પોપટ ને મેના આવે,
રોજ સાંજે બિલાડી મ્યાંઉ મ્યાંઉ કરે..(૨).. મારે
મારે આંગણિયે દરજીડો ઉડ્યા કરે,
મારે આંગણિયે હોલા પારેવા આવે,
રોજ સાંજે બકરી બેં બેં કરે..(૨)..મારે.-
વસંત શરૂ થઈ ત્યાં કોયલ ઉડી ગઈ
સૂરની સામ્રાજ્ઞી સૂર ઓઢી પોઢી ગઈ.
ભારતરત્ન ,કોકિલકંઠી ,સૂરીલી
સંગીતની સરગમ અણધારી થંભી ગઈ.
લખાઇ સૂરો પર ગજબની કહાની
થઈને અમર સુરગંગા વહી ગઈ.
— % &-
क्योंकि , अब मै मास्क के पीछे छुपे असली चहेरों को पहचानने लगी हूं ।
-
શેષ
મૈયરની લાજમાં,
સાસરિયાની શાખમાં,
બાળકોની શાનમાં,
હળવેથી સરકી ગઇ ,
જિંદગી આખી ,
કેટલું જીવી સ્વ માટે?
ના ક્યારેય વિચાર્યું ના તપાસ કરી.
ઘણુ બધું હારી જઈને,
બેશક, જીતી ઘણુ બધું.
જીવી લઉં થોડુંક?બાકી છે જે શેષમાંથી?
મહેણું ઉંમર થઈ ગયાનું હવે,મારો નઈ!!
જાણુ જ છું ,એ જ કહેશો.
ને કેવી ઉંમર?
હજુ હાલ તો શરૂઆત કરી છે, વિચારવાની હોં!,
જીવવાની નઈ.
વિચારવા તો દો? જીવવા દો, ક્યાં કહ્યું હજુ.
દરેક સ્ત્રીની, આ સ્થિતિ છે મનની.
વિચારજો ને પછી જીવી લેજો,
સમય કાઢીને, 'શેષ'માંથી.
-