અષાઢના વરસાદે દીધો ભીતરમાં ડામ ,
પહેલીવાર લાગ્યો સુખદ ભીતરમાં ડામ .
@ રોહિત જોષી
-
8980757491
Ins... read more
🙏Happy doctor's day🙏
डॉक्टर इन्सान का खुश और तंदुरुस्त जीवन बनाते बनते
मृत्यु तक मानव का निरोगी सफर बनाने वाला ईश्वर का अंश होता है।
@ रोहित जोशी
-
"શ્વાસ બહાર ભૂલી ગયો"
આંખોના આંસુને વળ ચડાવી
દિલમાં પરોવવા ગયો,
ટાંક ટેભા કરી સાંધ્યું ત્યાં તો
ધબકારો બહાર ભૂલી ગયો.
ઈશારાએ પાડ્યું મનમાં કાણું
હૈયાને હું લીપવા ગયો,
સાંધો કર્યો વિશ્વાસનો ત્યા તો
શ્વાસ બહાર ભૂલી ગયો.
રાતે લાગણીને વાગ્યો કાંટો
હેતનો મલમ ગોતવા ગયો,
મિલન સાવ નજદીક હતું ત્યાં તો
સરનામું બહાર ભૂલી ગયો .
વરસાદને ફરફોલો પડ્યો
ધીમીધારે ઠારવા ગયો,
વીજ ચમકી ભીતર મહી ત્યાં તો
એનો ઈશારો બહાર ભૂલી ગયો .
@ રોહિત જોષી-
"શરત બસ એટલીજ છે"
દોસ્ત મળવાની શરત બસ એટલી જ છે,
ઘડિયાળ ફેંકીને આવ બસ તેટલી જ છે.
દોસ્ત છોડીને આવ નેટની તાર્કિક દુનિયાને ,
તું તને સાથે લઈને આવ શરત બસ એટલી જ છે.
સુખ દુઃખ ને દર્દ બેશક કહેવા આવ મને,
ખુલ્લા મનથી તું રડી લે ,શરત બસ એટલી જ છે.
ગીફ્ટમાં મારે વૈભવી વસ્તુ નથી જોતી યાર,
એકાદ પુસ્તક લઈને આવ શરત બસ એટલી જ છે.
મળવા આવ મને તો ,વાત મારી એક માનજે,
મગજમાં દિલ ફીટ કરીને આવ શરત બસ એટલી છે.
@ રોહિત જોષી-
તકલીફ તું ક્યાં સુધી રહીશ ? કે,
ને તું ક્યારે મને ભાડું આપીશ ? કે.
@ રોહિત જોષી
-
' મજધારે કિનારા પ્યાસા"
નદીનાં કિનારા કેટલાયના સાક્ષી થયા હશે,
મળે દિલ ,તૂટે દિલ, આંસુ કિનારે ભળ્યા હશે.
એક પાણીનું બુંદ, પડ્યું'તુ હોઠ પર,
હોઠથી મળ્યા હોઠ ત્યારે વમળો શરમાણા હશે .
કિનારાએ સાચવી રાખ્યો એનો એક જૂલ્ફનો વાળ ,
ટેરવા ફર્યા હશે ત્યારે મોજા ખૂબ ઉછળ્યા હશે.
એ મુલાકાત એ ક્ષણ એ દિવસ ક્યાં શોધુ,
એ આંગળીના નિશાન ડૂબી ડૂબીને માર્યા હશે.
જુદા જુદા થઈ ગયા આપણે ને પ્યાર મારી ગયો,
નહોતી ખબર કે છબ છબિયાનું પાણી મજધારે પ્યાસુ હશે.
નદીને રડવું છે આ વિશ્વાસ ઘાતની વેદના કહી ,
લાગે છે કિનારે પડેલા નિશાન ખાનગીમાં હજુ મળતા હશે.
@ રોહિત જોષી
-
"યોગ"
ચાલો તન અને મનને થોડો સમય ફાળવી દઉં
કરી યોગ સ્વાસ્થ્યનો એક છોડ વવી દઉં
રેડી યોગનું દિવેલ મનના દીપને પ્રગટાવી લઉં,
રાગ,દ્વેષ અને ઈર્ષાને કાયમ સળગાવી લઉં.
અષ્ટાંગથી લાગણીને સજાવી લઉં ,
પૂરક અને રેચકથી ક્રોધને હટાવી લઉં.
શ્વાસો શ્વાસથી મનમાં ઉમંગ પ્રગટાવી લઉં,
ચાલો ખુશખુશાલ જિંદગીને ખુશીથી જીવાડી લઉં .
હું એક પ્રતિજ્ઞા કાયમ માટે લઈ લઉં ,
યોગથી મનમાં સ્વચ્છતા અભિયાન ચલાવી લઉં .
@રોહિત જોશી-
"વિચારોને લાડ લડાવવના નય"
વિચારોને બહુ ચડાવવાના નય,
ને પાછા બહુ પંપાળવા પણ નય.
એ તો એનું કામ કર્યા કરે,
એને દિલ તરફ બહુ વાળવાના નય.
બધી બાબતમાં થશે દોઢડાહ્યા ,
આપણે બહુ લાડ લડાવવાના નય .
મુસાફરી એની જીવન ભર સાથે રહેવાની,
આપણે રફ રોડની સવારી કરવાની નય .
લડવું ,ઝઘડવું,ગુસ્સો,નારાજ આ બધું કરાવશે,
આપડે એના બહુ હાલરડાં ગાવાના નય.
ડૂબતા મનને એ બચાવી પણ લેશે,
સ્વસ્થ વિચારોને,દોસ્ત પાછી ગળાપચી દેવાની નય .
@ રોહિત જોષી-
"દોરા કાચા લાગ્યા "
આપણા સાવ અજાણ્યા લાગ્યા,
દિલને સાંધા ઓછા લાગ્યા.
ચાંદલો કર્યો આંસુને,
હદય પર ચોખા ઓછા લાગ્યા .
સિલાઈ મારવા મહોબ્બતને ,
ભીતરને દોરા કાચા લાગ્યા.
કાયમ છેતરાતો તોય,
મન સાથે આડા સંબંધો ઓછા લાગ્યા.
સુંદરતા જોવા કરી રોશની,
આગમાં ફૂલો ઓછા લાગ્યા .
ઘાવ ભરવા આપ્યું લોહી,
ઉજરડા સાવ ઓછા લાગ્યા.
@ રોહિત જોષી
-
खुद, खुद में उतर के खुद को देख जरा,
तू ही तू है!तू ही तुझ को तुझमें देख जरा।
@रोहित जोशी
-