ગણાવીને પોતાની મજબૂરીઓ હરહંમેશ,
આશા શિદ રાખે તું કોઈની દયાની હરહંમેશ.
કરવાવાળા તો કરતા જ રહેશે તને મદદ સદા,
વિનામહેનતનું લઈ થઇસ તુ જ લાચાર સદા.
ઇશ્વરે તો દઈ દીધી છે પૂરેપૂરી ક્ષમતા તુજમાં,
આગળ વધ અને શ્રદ્ધા રાખ બસ તું તુજમાં.
-
બસ પોતાની લાગણીઓ ને પોતાના માટે જ લખું છું..
ઇંગલિશ માં બોલે તો..
I write t... read more
રાધે શ્યામ તો કોઈ છે જ નહિ અહી,
અહી તો બસ છે તો રાધે રાધે જ છે..❣️
-
જીવન માં જ્યાં કોઈ ન સમજે શબ્દો ને ત્યાં બધા સમજે એવું
આ મૌન એક જવાબ છે..
આજે સૂકી ધરતી ની દુર્દશા છે ત્યાં એ વર્ષા વિના ના વાદળા નું
આ મૌન એક જવાબ છે.
મળ્યા ન શબ્દો મને મારી લાગણી નાં માટે આથી મારું
આ મૌન એક જવાબ છે..
જાણે છે બધું જગત નો નાથ મારો નથી કોઈ વાંક એટલે એમનું
આ મૌન એક જવાબ છે.
-
નથી જન્મ્યો હું કઈ આ ખોટા યુગ માં,
મોકલાયેલ છું હું આ યુગને પલટાવવા માટે...
નથી જન્મ્યો હું કઈ હારી ને હતાશ થવા માટે,
મોકલાયેલો છું હું હર જંગ જીતવા માટે...
નથી જન્મ્યો હું કોઈ થી પણ ડરવા માટે,
મોકલાયેલો છું હું મૃત્યુને પણ ભયભીત કરવા માટે...
નથી જન્મ્યો હું કોઈ મૌન-મુકદર્શેક બનવા માટે,
મોકલાયેલ છે આ મૌન મહાકાલ બનાવ માટે......
- જોષી મોન્ટુ " મૌન "-
શબ્દો શણગારીને કરી હતી જે વાતો એ તો સમય સાથે વહી ગઈ,
વર્ષોઓ એ થઈ મુલકાત એ પણ મૌન ને બધી યાદો તાજી થઈ ગઈ
-
એ દિવસે થોડાક સમય માટે મૌન રહ્યો હોત.
આવા પસ્તાવા ની અગ્નિ માં ન શેકાયો હોત..-
એ પણ પૂછજો ફરિયાદમાં એને શબ્દોની તુષ્ણા તો નથી ને
રખે'ને એ બીડાયેલી કળી માં વાચા વગર નું મૌન તો નથી ને-
શબ્દો તો પહોંચે માત્ર મન કે કાન સુધી,
ઠેઠ હૃદય સુધી પોહોંચે એ લાગણી છે મૌન.-