उम्र की सारी थकन लाद के घर जाता हूं
रात बिस्तर पे मैं सोता नही हूं मर जाता हूं।
● अंजुम सलीमी-
લીરા કરી તમે જે બાંધી'તી ઓઢણી જ્યાં,
એ આંગળીનું આજે ગુલમ્હોર થઈ ગયું છે.
◆ જનાર્દન દવે-
બેઠો છું હું સમયની એ ટૂંક પર ચડીને,
ડગલુંય ત્યાંથી આગળ પાછળ જઈ શકું નહીં.
◆ જનાર્દન દવે-
કઈ કેટલા પ્રહારો ઝીલ્યા સમયના કિન્તુ,
ખંડેરની હું માફક ક્યારેય ખળભળું નહીં.
◆ જનાર્દન દવે-
वो और कही और कही देख रहे है।
में सिर्फ वहां सिर्फ वहां देख रहा हूं।।
◆ मिलिंद गढ़वी-
Life is like a moustache.
It can be wonderful or terrible.
But it always tickles.-
હું સાદી ભાષામાં તમને કહું ? વરસાદ આવે છે,
અદ્દલ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે.
ન જાઓ, આમ છોડીને આ બાહુપાશની છત્રી!
બહાર આ હૂંફવર્તુળની, બહુ વરસાદ આવે છે!!
◆ શોભિત દેસાઈ-