તને વ્હાલી ચા અને મને વ્હાલી તું.
તને નશો ચાનો, મને નશામાં વ્હાલી તું.
જોવે છે ચાની પ્યાલી પર પ્યાલી તને,
આખી દુનિયામાં મને વ્હાલી વ્હાલી તું.
નશા તો નશો છે ના મળે તો અનુભવાય,
તારા વગર હું અને ચા વગર ખાલી તું.
રાજ સબૂત માગે છે તો કહી દઉં ચાલ,
મારા હોઠો અને કપ પર લાગેલી લાલી તું.-
🏥 Counseling Psychologist 🏩
#️⃣My Hashtag #jigneshsonani
🎨Artist 🖌️pain... read more
તેણીએ પહેરેલો રંગ તો મને ના પસંદ હતો.
પણ મને જોઈને તેના ચહેરા પર
બદલાયેલો રંગ મને પસંદ આવ્યો.-
આ ધરતી કેટલાયનો ભાર ખમતી હશે.
મારી માંને જોઇને એ પણ નમતી હશે.
જેણે જેણે કરી છે પોતાની માંને હેરાન,
એજ વ્યક્તિ ભૂત બનીને ભમતી હશે.
બહાર બધાથી ડરતી આ નાની બાળકી,
માંના ખોળામાં કેવી બિન્દાસ રમતી હશે.
સમય પહેલા જ તે તારી પાસે બોલાવી લીધી,
હેને ઈશ્વર તને પણ મારી માં બહુ ગમતી હશે?-
કલમ મારી હવે કેમ ચાલતી નથી.
લાગે છે કે કોઈ ચોટ વાગતી નથી.
ઢગલાબંધ ભેગા થયા છે જવાબો,
પ્રશ્નો પૂછી જવાબ એ માગતી નથી.
દિવસમાં દસ કોલ કરતી હતી મને,
ગઈ એ ગઈ જરૂર એને લાગતી નથી.
મારામાં આવ્યા પછી તેને ગમી ગયું છે.
આ ઉદાસી મારામાંથી હવે ભાગતી નથી.
એ હદે તૂટી છે બધી આશાઓ મારી રાજ,
નાની કે મોટી કોઈ આશાઓ જાગતી નથી.-
ચહેરા જોઈને અહીં શિકાર થાય છે.
પહેરાવી અંગૂઠી શરીર પર વાર થાય છે.— % &-
ગરીબ દેખી ઘર પાસેથી વળાંક મારે છે.
ના ભૂલ સમય બધાનો જ છલાંગ મારે છે.
અહમ, ઇગો, ઘમંડ બધું રાખી જીવ્યા જે,
રહે લોકોની વચ્ચે છતાં તેનું એકાંત મારે છે.— % &-
સફર પ્રેમની મારી આ પહેલી નથી.
હા પાડે કે ના આ કઈ છેલ્લી નથી.
પ્રેમ છે એટલે કહી દીધું તને સામેથી
છે આ લાગણી મારી, મુરાદ મેલી નથી.
જાણું છું કે લોકો આજે શું શું કરે છે.
વિશ્વાસ રાખ હું પ્રેમી છું, ફેલી નથી.
પ્રેમ પણ તને ફિકો જ લાગશે પછી,
તું રાધા જેમ, કૃષ્ણ પ્રેમમાં ઘેલી નથી.— % &-
એક દિવસ હતું મારું પણ સરનામું મારું ઘર.
જોય તને જ્યારથી, બન્યું સરનામું તારું ઘર.
બધાએ તો માની લીધું છે કે તું હવે રાજની છે.
તડપાવ નહિ,તું માની લેને કે હું જ છું તારો વર.— % &-