સવાર સાંજ તું યાદ આવે છે મને,
યાદ કરું ને તું યાદ અપાવે છે મને..!
વિરહમાં બહુ તું તડપાવે છે મને,
આશ્વાસન આપી તું રાજી કરે છે મને..!
મળી હતી તું એ પળ યાદ આવે છે મને,
ફરી મળીશું એવો તું દિલાસો આપે છે મને..!
અધૂરા સમણા બહુ યાદ આવે છે મને,
સપનામાં આવી તું રોજ સતાવે છે મને...!
મળીશું ક્યારે એવો રોજ સવાલ થાય છે મને,
થઈશું એક એવો તું વિશ્વાસ અપાવે છે મને,,!
Jeet gajjar-
તને જોવા માટે રાત દિવસ કેટલો તરસું છું,
ખુશનસીબ હશે એ લોકો જે રોજ તને જોવે છે !!
નથી ચાલતું તારા વગર એક પળ પણ,
ક્યારેય ધડકતું દિલ જોયું છે ધડકન વગર !!
આંખમાં ન જોયેલા તારા સપનાં વસાવવા છે,
તારી યાદ ને જીવવાની ચાવી બનાવી દીધી છે મે !!
મનગમતું પાત્ર તો શોધવા જિંદગી નીકળી જાય છે,
તું તો આજીવન મનગમતું પાત્ર મારું એજ સાચો પ્રેમ !!
હું આજે પણ તારી સાથે સમય પસાર કરું છું,
તારી યાદમાં સપનામાં સંગાથે રાતની સવાર કરું છું !!
હુ થાવ મારી નોવેલનું પ્રથમ પાનુ તુ થાય અંતિમ,
બંનેની પ્રેમ કહાની લખીને એક પ્રેમ ગ્રંથ પણ લખી દઈએ.
જીત ગજજર-
અરે...દીકુ...
તારા મૌન ને પણ સમજી જાવ એટલો સમજદાર નથી હું,
તો દરેક એ વાત તારે મને સમજાવી પડે તો તું સમજાવીશ ને તું ...?
અરે.. દીકુ...
તારા ઈશારા ને પણ સમજી જાવ એટલો ચાલક નથી હું.
તો કદાચ દરેક વખતે કરેલ આંખ નો ઈશારો મને સમજાવીશ ને તું..?
અરે.. દીકુ..
તારા મૌન ભાષા ને પણ સમજી જાવ એટલો હોશિયાર નથી હું.
પ્રેમ ની ભાષા નો પાઠ ભણાવી ને મને હોશિયાર બનાવીશ ને તું...?
જીત ગજજર-
તને યાદ કરીને દીકુ રોજ એક રચના લખું છું,
રચના લખીને આપણાં પ્રેમને બધું મજબૂત કરું છું...!
તારી સાથે કરેલ દરેક વાતો વાગોળ્યા કરું છું,
મારા દિલને ટાઢક આપવા તારી છબી સાથે વાતો કરી લવ છું...!
તારા વિના પળે પળે તારી જ કલ્પના કર્યા કરું છું,
તું પાસે છે એવો દિલાસો હું મારા દિલને આપ્યા કરું છું...!
તું આવીશ મળવા તેવા રોજ સપના જોયા કરું છું,
મારી પરી બનાવીને તને દિલમાં સમાવીને રાખ્યા કરું છું..!
તું મારી સાથે છે તું મારી પાસે છે એવો વિશ્વાસ રાખ્યા કરું છું,
તું હંમેશા મારી બનીશ એવી રોજ પ્રાથના કર્યા કરું છું...!
જીત ગજ્જર-
મારા દિલની ખીલતી ખુશનુમા સવાર છે તું,
આ દિલને પ્રકાશથી ઉજાગર કરવા આવ તુ...!
મારી તેજમય અનોખો અહેસાસ છે તુ,
આ તેજ ને કાયમ રાખવા મળવા આવ તું..!
મારી આંખોના પ્રેમનું પ્રતિબિંબ છે તું,
આ પ્રતિબિંબને રાખવા મને દર્શન આપવા આવ તું...!
મારી ધડકન ની વાંસળી નો સુર છે તું,
આ સુર ને દિલ સુધી લાવવા આવ તું..!
મારા હસતા ખીલતા ચહેરા નું નુર છે તું,
આ નુર ને કાયમ રાખવા પાસે આવ તુ...!
મારા સ્નેહ સાગરના વિશ્વાસનું પ્રતીક છે તું,
આ વિશ્વાસ ને રેલાવવા કિનારે આવ તું...!
જીત ગજ્જર-
ચાલોને યાર સ્વાર્થ વગર આપણે મનથી સબંધ નીભાવિએ.
ચાલ આજે પ્રેમ ની ધારામાં વહેતા રહીએ..
હવે કેટલા કેટલા દિવસ રહીશું,
ને કેટલું સાથે લઈ જશું આપણે.
ચાલ આજે પ્રેમ ની ધારામાં વહેતા રહીએ..
ક્યારેક તું આવ ક્યારેક હું આવું,
ભલે ઘડી ભર પણ સાથે રહીએ.
ચાલ આજે પ્રેમ ની ધારામાં વહેતા રહીએ..
ક્યારેક તું કંઈક હાઈ કરી મોકલ,
ક્યારેક હું શાયરી કરી ખુશ કરું.
ચાલ આજે પ્રેમ ની ધારામાં વહેતા રહીએ..
ઈર્ષ્યા અહંકાર મુકિને
હ્રદયથી એકમેકને સ્વિકારીએ.
ચાલ આજે પ્રેમ ની ધારામાં વહેતા રહીએ..
-
મારી પ્રત્યેનો તારો પ્રેમ આભાર માનવો છે મારે,
દરેક તારી વ્હાલી લાગણી નો આભાર માનવો છે મારે...!
દરેક સમયે તારુ મને વારે વારે પૂછ્યા કરવું જમ્યા,
દૂર રહીને કેર કરનારી દીકુ નો આભાર માનવો છે મારે..!
આભારી છું દીકુ તારા દરેક સાથ સહકાર ને પ્રેમનો,
આ પ્રેમ થકી હું જીવી રહ્યો તેનો આભાર માનવો છે મારે..!
હાથ પકડી ને સાથે ચાલનારી રસ્તે ઠેસ સહન કરનારી,
હર હંમેશ મારી મુસાફિર બનનારી નો આભાર માનવો છે મારે..!
મારી દરેક સફળતા માં ખડે પગે ઊભા રહી સાથ આપ્યો,
માન સન્માન ને પદ મળ્યું તેનો આભાર માનવો છે મારે..!
જીત ગજ્જર-
એક પળ પણ ગમતું નહિ જોઈએ તારો સાથ...
સુનું સુનું લાગે તારા વિના જોઇએ તારો સાથ..
તારી મીઠી સ્માઈલ થી દિવસ થાય મારો ઉજાસ,
સૂરજ નાં કુંપળ તડકા જેવો જોઈએ તારો સાથ...
તારી એક જલક જોવા હું તડપુ દિવસ ને રાત,
ચાતક ને ચંદ્ર નાં પ્રેમ જેવો જોઈએ તારો સાથ...
તારી તસવીર જોઈને હું ખ્યાલો ની પૂજા કરું,
છબીમાં રંગથી મહેકે એવો જોઈએ તારો સાથ..
પળ પળ હું તારો ભગવાન પાસે માંગ્યા કરું સાથ,
કૃષ્ણ અને રાધાનાં પ્રેમ જેવો જોઇએ તારો સાથ...
જીત ગજ્જર-
સવાર પડતાં તારી યાદમાં રંગીન લાગે છે,
મારી કવિતા તારા પ્રેમમાં પ્રેમમય લાગે છે..!
સબંધ તારો મને બહુ નિરાળો લાગે છે,
દિલથી પણ મને બહુ પ્યારો લાગે છે...!
રોજ રોજ તારુ યાદ કરવું યાદ લાગે છે,
તારો પ્રેમ મને કઈક અલગ લાગે છે..!
એકાદ વાર તને મનથી મળવાનું લાગે છે,
મુલાકાત એક સપનું જેવું લાગે છે..!
તારો પ્રેમ મને પાગલ પ્રેમ જેવો લાગે છે,
દિલમાં ધબકતાં શ્વાસ જેવો લાગે છે...!
પ્રેમ છે એવું કહી તું વધુ પ્યારી લાગે છે,
મારો દીકુ કહેવું તારુ બહુ વ્હાલું લાગે છે..!
જીત ગજ્જર-
સમય સારો નથી સમજી વિચારી ચાલજો,
આજે આપણું હોય કાલે પરાયું થઈ જાય છે..!
સમય સારો નથી સમજી ને વિશ્વાસ મુકજો,
ધરમ કરતાં ધાડ પડી અહી ડાકણ જોવાય છે..!
સમય સારો નથી સમજી ને પ્રેમ કરજો,
પળમાં પ્રેમ થાય છે ને પળમાં બદલાય છે...!
સમય સારો નથી સમજી ને દોસ્ત બનાવજો,
સુખ માં સાથે ને દુઃખમાં સાથ છોડીને જાય છે..!
સમય સારો નથી સમજી ને સંબંધ બાંધજો,
સ્વાર્થ હોય ત્યાં સુધી બાકી દુશ્મન બની જાય છે..!
જીત ગજ્જર
-