સરળ હોય એને અઘરું
બનાવીએ છીએ,
અને અઘરું હોય એને
સહજતાથી સ્વીકારી લઈએ છીએ.
સરળતાથી જે મળે
એની કિંમત નથી રહેતી!!
અને દુલૅભતા માટે
દોડ મૂકીએ છીએ!!
જે જેવું છે એવું જ
એને સ્વીકારતા નથી,
New Version માટે
અથાગ મહેનત થાય છે..-
ખારો ધરીયો ને હકડી બાજુ ખારો પટ્ટ
તે જે વિચમેં મઠો વિરડો ઈ અસાંજો કચ્છ
મઠ્ઠા અસાંજા માડુ ને
મઠ્ઠો અસાંજો કચ્છ
કચ્છ હેટલે વીર અબડે અડભંગ જી ભૂમિ
લાલિયો~મોતિયોને ડાડા મેકરણ જી ભૂમિ..
ખમીરવંતી પ્રજા કે નવે વરે જી વધાયું...-
નક્કી કરેલા ઉચ્ચ લક્ષ્યાંકને પામવા નીકળી છું
ખુદ સાથે થતાં રોજના એ સંઘર્ષને નાથવા નીકળી છું
તુફાન તારા વ્યર્થ સુસવાટા,
અરે આંધીને આંબવા નીકળી છું
થાક ખંખેરી ફરી લડવા નીકળી છું
અંતે ફરી લક્ષ્યસિદ્ધિની કેડીએ ચાલવા નીકળી છું...-
શિવ
મારો આધાર તું
મારી શક્તિ તું
મારા જીવનનો રાજીપો તું
મારા કર્મનું ધ્યેય તું
મારી પૂજાનું કારણ તું
-
ઇતિહાસ_સ્થાપત્ય_સંઘર્ષનો ભવ્ય વારસો ધરાવનાર
દેશના સૌથી લાંબા દરિયા કિનારા સાથે દરિયાદિલ
પ્રતિભાશાળી વ્યક્તિત્વોનો પ્રદેશ
ગરબાની તાલે દરેક પળને
મોજ સાથે માણતી પ્રજા એટલે
ગરવી ગુજરાતની ધરા...
જો સાથ હશે સર્વેનો તો
આ કપરો સમય પણ પસાર થઈ જશે🤞🏻-
माना की सादगी का दौर नहीं हैं
लेकिन सादगी के अलावा
खुबसूरती कहीं औऱ नहीं हैं-
ગહન આભનું ગોદડું
એને આનંદથી ઓઢયું તું
વસુંધરાની વ્હાલી પથારીમાં
એ કુટુંબ કબીલું પોઢયું તું-
મન થાય ત્યારે
બા_માના
ખોળામાં માથું મૂકી શકાય
એટલું
બાળપણ પોતાનામાં જીવિત રાખજો
-
લોકડાઉન સમયે જે ખડે પગે ઊભા હતાં
આજે પણ કોરોના સામેની જંગમાં
રસીના અજમાયશ માટે
પ્રથમ હરોળમાં ઉભા છે..
બોલો તોય લોકો માટે
ખાખી પર ⭐ ધરનાર બદનામ છે
પણ ફિલમના અેકટર સુપર⭐ છે..
ગજબ ગજબ....
-